ગુજરાત હાઈકોર્ટે દ્વારકા બેઠકની ચૂંટણી રદ કરી, પબુભા માણેકનું પદ જશે

અમદાવાદ | Apr 12, 2019, 13:03 IST

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત હાઈકોર્ટે ભાજપને ઝટકો આપ્યો છે. ભાજપના એક ધારાસભ્યમાં ઘટાડો થઈ શકે છે. ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ કરી દીધી છે. પરિણામે હવે આ બેઠક પર ફરી ચૂંટણી યોજાશે

ગુજરાત હાઈકોર્ટે દ્વારકા બેઠકની ચૂંટણી રદ કરી, પબુભા માણેકનું પદ જશે
ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે દ્વારકા બેઠકની ચૂંટણી રદ કરી, પબુભા માણેકનું પદ જશે

રાજ્યમાં એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડી રહ્યા છે, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા હવે ભાજપને પણ મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઈકોર્ટે 2017માં યોજાયેલી દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ કરી છે. જેને કારણે હવે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક ગેરલાયક ઠશે.

2017ની વિધાનસભા ચંટણીમાં દ્વારકા બેઠક પરથી પબુભા મામેક ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. જો કે પબુભા માણેક સામે ચૂંટણી લડેલા ઉમેદવાર મેરામણ ગોરિયાએ હાઈકોર્ટમાં અરજી કરીને ચૂંટણી રદ કરવા માગ કરી હતી. મેરામણ ગોરિયાએ પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ હોવાનું કહીને ઉમેદવારી ફોર્મ જ રદ કરવા કહ્યું હતું.

મેરામણ ગોરિયાની રજૂઆત હતી કે પબુભા માણેકે પોતાના ઉમેદવારી ફોર્મના ભાગ 1માં તેઓ કઈ બેઠક પર ચૂંટણી લડવા માગે છે, તે દર્શાવેલું ન હતું, પરિણામે તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે. આ મામલે ચૂંટણી અધિકારીએ ઉમેદવારને નોટિસ પણ ફટકારી હતી. જો કે કોંગ્રેસની વાંધા અરજી ન સ્વીકારાતા ચૂંટણી યોજાઈ હતી.

આખરે કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ પોતાના વકીલ મારફતે આ અંગેની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. હાઇકોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતા દ્વારકાની ચૂંટણી રદ કરી નાખી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK