મુખ્ય પ્રધાન રૂપાણીનું 191 કરોડની કિંમતનું ઍરક્રાફ્ટ આજે પ્રથમ ઉડાન ભરશે

Published: 16th January, 2020 12:03 IST | Gandhinagar

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું ૧૯૧ કરોડનું બૉમ્બાર્ડિયર ચૅલેન્જર ૬૫૦ ઍરક્રાફ્ટ આવતી કાલે અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભરશે.

ઍરક્રાફ્ટ
ઍરક્રાફ્ટ

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું ૧૯૧ કરોડનું બૉમ્બાર્ડિયર ચૅલેન્જર ૬૫૦ ઍરક્રાફ્ટ આવતી કાલે અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભરશે. આ ઍરક્રાફ્ટ ટ્રાયલ બેઝ પર ઉડાન ભરશે. ત્યારે વિવાદો ન થાય એ માટે કોઈ કાર્યક્રમ યોજવામાં નહીં આવે. આ ઍરક્રાફટને આવતી કાલથી રાજ્ય સરકાર ઉપયોગમાં લેવાની શરૂઆત કરશે. હાલ ઍરક્રાફટને અમદાવાદ ઍરપોર્ટ પર રાખવામાં આવ્યું છે.

એક કલાકમાં ૮૯૦ કિલોમીટર જેટલી લાંબી સફર કરી શકતું આ ઍરક્રાફ્ટ માત્ર વિજય રૂપાણી જ નહીં પણ રાજ્યપાલ, મંત્રીમંડળના સભ્યો તેમ જ વીવીઆઇપી મહેમાનો પણ એમાં બેસી ઉડાન ભરી શકશે. લગભગ બે વર્ષના લાંબા સમય બાદ રાજ્ય સરકારને નવું વિમાન મળ્યું છે. આ પહેલાં સરકારે પોતાના અંદાજપત્રમાં ઍરક્રાફ્ટની ખરીદીની વાત મૂકી હતી, પણ એ કોઈ ને કોઈ કારણોસર લંબાતી જતી હતી. જૂનું ઍરક્રાફ્ટ ખૂબ ખર્ચાળ સાબિત થઈ રહ્યું હતું. એને સાચવવાનું મેઇન્ટેનન્સ ભારે પડી જતું હતું.

આ પણ વાંચો : ઉત્તરાયણના દિવસે 108ને 3959 કૉલ્સ મળ્યાઃ ગયા વર્ષનો રેકૉર્ડ તૂટ્યો

ગુજરાત સરકાર પાસે ૨૦ વર્ષ જેટલા લાંબા સમયગાળાથી રાજ્યમાં બીચક્રાફ્ટ સુપર કિંગ ૨૦૦ ટર્બોપ્રોપ વિમાન છે જેનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK