ચૂંટણી અધિકારીઓને મળશે કેશલેસ સારવાર

Updated: Apr 12, 2019, 16:24 IST

આરોગ્ય વિભાગ દ્વારા પાસ કરાયેલા ઠરાવ અંતર્ગત ચૂંટણીમાં ફરજ બજારનાર અધિકારીઓને કેશલેસ સારવાર મળશે. ચૂંટણી દરમિયાન જો કોઈ પણ અધિકારીઓની તબિયત બગડે અને સારવાર અર્થે ખસેડવામાં આવે તો તેમને કેશલેસ સારવાર મળશે.

મળશે નિ: શુલ્ક થશે ઈલાજ
મળશે નિ: શુલ્ક થશે ઈલાજ

આરોગ્ય વિભાગ દ્વારા ચૂંટણી પહેલા ચૂંટણી અધિકારીઓ માટે સારા સમાચાર લઈને આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા પાસ કરાયેલા ઠરાવ અંતર્ગત ચૂંટણીમાં ફરજ બજારનાર અધિકારીઓને કેશલેસ સારવાર મળશે. ચૂંટણી દરમિયાન જો કોઈ પણ અધિકારીઓની તબિયત બગડે અને સારવાર અર્થે ખસેડવામાં આવે તો તેમને કેશલેસ સારવાર મળશે. આ ઠરાવ અંતર્ગત પોલીસ કર્મચારીએ, ફરજ બજાવી રહેલા પોલીસ દળના સ્ટાફ, ડ્રાઈવર્સ સહિત ચૂંટણી સાથે જોડાયેલ પ્રત્યેક વ્યક્તિને કેશલેસ સારવાર મળશે.


મળશે નિ: શુલ્ક થશે ઈલાજ

અમદાવાદમાં આવેલ યુ.એન.મહેતા ઇન્સટીટયુટ ઓફ કાર્ડિયોલોજી, એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ , સિવિલ હોસ્પિટલ, ઇન્સ્ટીટયુટ ઓફ કીડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરમાં પણ નિ:શુલ્ક સારવાર પુરી પાડવામાં આવશે. તેનો સંભવીત ખર્ચ રી-એમ્બર્સ કરવાનો રહેશે. આ સિવાય સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીના પ્રમાણપત્રના આધારે નજીકની ખાનગી હોસ્પિટલમાં પણ કેશલેશ સારવાર મળવાપાત્ર રહેશે. જો કે મળેલા આદેશ પ્રમાણે આ કેસલેશ મેડિકલ લાભ ચૂંટણીની સંપૂર્ણ ક્રિયા પૂરી થાય ત્યા સુધી મળશે.

 

આ પણ વાંચો: વડોદરા : MLA મધુ શ્રીવાસ્તની મુશ્કેલી વધી, થયા તપાસના આદેશ

 

અધિકારીઓ માટે ખૂબ મદદરુપ યોજના

આ યોજના ચૂંટણીમાં અવિરત કામ કરી રહેલા અધિકારીઓ માટે ખૂબ મદદરુપ બની રહેશે. આ યોજનામાં રાજ્ય સરકારની તમામ હોસ્પિટલ્સ સાથે મેડિકલ સંસ્થાઓ પણ સહયોગ કરશે. ચૂંટણી ફરજ હાજર સ્ટાફને નિ:શુલ્ક સારવાર પુરી પાડવામાં આવશે. જેમાં બહારની દવાઓ, ઇમ્પ્લાન્ટનો ખર્ચ પણ હોસ્પિટલ તરફથી પૂરો પાડવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK