બિન સચિવાલયની પરીક્ષા માટે સરકારે SIT ની રચના કરી: 10 દિવસમાં રીપોર્ટ સોપાશે

Published: Dec 05, 2019, 18:10 IST | Gandhinagar

ગૌણ સેવા પસંદગીની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઇને ચાલી રહેલ વિદ્યાર્થીઓના ઉગ્ર વિવાદ પર આજે ગુરૂવારે ગૃહરાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય.

પ્રદિપસિંહ જાડેજા
પ્રદિપસિંહ જાડેજા

ગૌણ સેવા પસંદગીની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઇને ચાલી રહેલ વિદ્યાર્થીઓના ઉગ્ર વિવાદ પર આજે ગુરૂવારે ગૃહરાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય. પરીક્ષા દરમ્યાન જે ઘટના બની તેની અમે તપાસ કરીશું અને આ તપાસ માટે SIT ની રચના થશે. આ SIT ની રચના કમલ દયાનીના નેતૃત્વ હેઠળ એસઆઇટીની રચના થશે. SIT ની કમીટીમાં કુલ 4 સભ્યો હશે. સીટ 10 દિવસમાં આ રીપોર્ટ સરકારને સોપશે. જ્યા સુધી રીપોર્ટ નહીં આવે ત્યા સુધી પરીક્ષાનું પરીણામ જાહેર નહીં થાય.


મહત્વનું છે કે ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી લેવામાં આવેલી બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે બે દિવસથી હજારો પરીક્ષાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર આંદોલન કરી રહ્યા છે. પ્રદીપસિંહ જાડેજાની સાથે પ્રેસ કોન્ફરન્સમાં ઉમેદવારોનો આગેવાન યુવરાજ સિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Loading...

Tags

gujarat
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK