ગુજરાત સરકારે ખેડૂતોને આપી રાહતઃ અછતગ્રસ્ત તાલુકામાં ખેડૂતોને હેક્ટક દીઠ ચુકવાશે સબસિડી

Published: 25th December, 2018 14:12 IST

મધ્યપ્રદેશ, રાજસ્થાન બાદ હવે ગુજરાત સરકારે ખેડૂતોને રાહત આપી છે. અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો માટે સરકારે સબસિડી જાહેર કરી છે.

રૂપાણી સરકારે કરી ખેડૂતો માટે રાહતની જાહેરાત
રૂપાણી સરકારે કરી ખેડૂતો માટે રાહતની જાહેરાત

મુખ્યમંત્રી રૂપાણીએ ખેડૂતોને પાક વીમાની ચુકવણી માટે મોટી જાહેરાત કહ્યું કે, અસરગ્રસ્ત ખેડૂતોને કમુરતા બાદ પાક વીમાની સહાય તેમના ખાતામાં જમા કરાવવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના હોમટાઉન રાજકોટમાં આયોજિત કિસાન સંમેલનમાં આ નિવેદન આપ્યું. આ સંમેલનમાં 156 ખેડૂતોનો નાની મોટી ખેત સહાયનું વિતરણ કર્યું. જે સમયે ખાસ ખેડૂતો માટે તેમણે સહાયની જાહેરાત કરી. અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં ખેડૂતોને હેક્ટક દીઠ સબસિડી આપવામાં આવશે.

96 તાલુકાઓમાં ચુકવાશે ઈનપુટ સબસિડી


મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે જે તાલુકાઓમાં 350 મિમીથી ઓછો વરસાદ પડ્યો છે તે તમામને અછતગ્રસ્ત જાહેરત કરવામાં આવ્યા છે. આ તાલુકાના આશરે 24 લાખ ખેડૂતોને સરકાર 2285 રૂપિયા ઈનપુટ સબિસીડી આપવામાં આવશે. રાજ્યના 96 અસરગ્રસ્ત તાલુકાના 23 લાખ 24 હજાર ખેડૂતોને 40 લાખ 32 હજાર હેક્ટર માટે અંદાજે 2285.59 કરોડની પાક નુકસાન ઈનપુટ સહાય ચુકવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેતર ફરતે વાડ માટે સરકાર 50% સહાય ચુકવી રહી છે. સાથે 51 તાલુકામાં સરકારે ઘાસ માટે સબસિડીની પણ જાહેરાત કરી છે.

Tags

gujarat
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK