ગુજરાતને મળશે નવા ગવર્નર ? 16 જુલાઈએ પૂરી થઈ રહી છે ઓ. પી. કોહલીની ટર્મ

Published: Jun 10, 2019, 16:15 IST | ગાંધીનગર

16 જુલાઈના રોજ ગુજરાત રાજ્યના હાલના ગવર્નર ઓ. પી. કોહલીની ટર્મ પૂરી થઈ રહી છે. એક ચર્ચા એવી પણ છે કે કેન્દ્ર સરકાર ફરી એકવાર ગુજરાતના રાજ્યપાલ તરીકે ઓ. પી. કોહલીને એક્સટેન્શન આપી શકે છે.

ઓ. પી. કોહલી અને પીએમ મોદી
ઓ. પી. કોહલી અને પીએમ મોદી

રાજ્યને ટૂંક સમયમાં નવા ગવર્નર મળે તેવી શક્યતા છે. રાજ્યના હાલના ગવર્નર ઓ. પી. કોહલીની ટર્મ આગામી મહિને પૂરી થઈ રહી છે. ત્યારે ગાંધીનગરની ગલીઓમાં નવા ગવર્નર અંગેની ચર્ચાઓ શરૂ થઈ છે. 16 જુલાઈના રોજ ગુજરાત રાજ્યના હાલના ગવર્નર ઓ. પી. કોહલીની ટર્મ પૂરી થઈ રહી છે. એક ચર્ચા એવી પણ છે કે કેન્દ્ર સરકાર ફરી એકવાર ગુજરાતના રાજ્યપાલ તરીકે ઓ. પી. કોહલીને એક્સટેન્શન આપી શકે છે.

ઓ. પી. કોહલીને 16 જુલાઈ 2014ના રોજ ગુજરાતના રાજ્યપાલ નિયુક્ત કરાયા હતા. ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ઓ. પી. કોહલીની રાજ્યના ગવર્નર તરીકે નિમણૂંક થઈ હતી. ગાંધીનગરની ગલીઓમાં ચાલતી ચર્ચા પ્રમાણે વિવાદ વગરની કરિયરને કારણે કેન્દ્ર સરકાર રાજ્યપાલને ઓ. પી. કોહલીને એક્સટેન્શન આપી શકે છે.

ઉલ્લેખનીય છે ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલી અનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ ચલાવે છે. રાજભવનના સ્ટાફના વિદ્યાર્થીઓને ભણાવવા સહિત રાજ્યપાલ ઓ. પી. કોહલી અન્ય સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK