ઘોઘા દહેજ રો-રો ફેરી જલ્દી શરૂ થવાના કોઈ એંધાણ નહીં

Published: Oct 30, 2019, 12:36 IST | ભાવનગર

ઘોઘા અને રો-રો ફેરી સર્વિસ જલ્દી જ શરૂ થવાના કોઈ એંધાણ નથી. સપ્ટેમ્બરમાં આ સર્વિસ બંધ કરવામાં આવી હતી.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

મોટા પાયે જેની જાહેરાત અને પ્રચાર પ્રસાર કરવામાં આવી હતી તે ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ જલ્દી શરૂ થાય એવા કોઈ એંધાણ નથી જોવા મળી રહ્યા. સપ્ટેમ્બર 24 દિવસે દહેજ બંદર પર ભારે કાદવ હોવાના કારણે સર્વિસ બંધ કરવામાં આવી હતી. એક મહિના પછી પણ કોઈ એવી નિશાની નથી દેખાઈ રહી જેનાથી લાગે કે આ સર્વિસ જલ્દી શરૂ થશે.

સર્વિસ શરૂ કરતા પહેલા ગુજરાત મેરિટાઈમ બોર્ડને ત્યાં સારી એવી સાફ-સફાઈ કરવાની જરૂર છે. અને તેમાં ઘણો ખર્ચ આવે તેમ છે. ઑક્ટોબર 14ના દિવસથી આ કામ શરૂ કરવામાં આવ્યું છે. બે મીટર સુધી સફાઈ થઈ છે પરંતુ ફેરી ચલાવવા માટે પાંચ મીટર સુધી આ સફાઈ કરવી પડે એમ છે.

ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ-ચેરમેન અને CEO, મુકેશ કુમારે કહ્યું કે, નર્મદા નદીમાંથી આવતો પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે છે. જેના કારણે આ સ્થિતિ આવી ગઈ છે. આ એક સ્થિતિ છે જેનું નિરાકરણ ક્યારે આવશે તે ક્યારે શરૂ થશે.

સુરત અને ભાવનગર વચ્ચે અવર-જવર કરવા માટે ફેરીનો  ઉપયોગ કરતા પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે, ખાસ કરીને દિવાળી દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર જવા માંગતા લોકો પરેશાન થયા હતા.

આ પણ જુઓઃ બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana

ગુજરાત મેરિટાઈમ બોર્ડના આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં 3.31 લાખ મુસાફરોએ આ સર્વિસનો ઉપયોગ કર્યો છે. ઈન્ડિગો સીવેય્ઝ, કે જે ફેરીનું સંચાલન કરે છે તેમણે ગુજરાત મેરિટાઈમ બોર્ડ પર વચનનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમના પ્રમાણે રોજ તેમને 20 લાખનું નુકસાન થઈ રહ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK