Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વિધાનસભામાં ગૃહ પ્રધાન પ્રદીપસિંહની કૉન્ગ્રેસ ધારાસભ્યોને ખુલ્લી ઑફર

વિધાનસભામાં ગૃહ પ્રધાન પ્રદીપસિંહની કૉન્ગ્રેસ ધારાસભ્યોને ખુલ્લી ઑફર

29 February, 2020 07:45 AM IST | Gandhinagar

વિધાનસભામાં ગૃહ પ્રધાન પ્રદીપસિંહની કૉન્ગ્રેસ ધારાસભ્યોને ખુલ્લી ઑફર

પ્રદીપસિંહ જાડેજા

પ્રદીપસિંહ જાડેજા


રાજ્યસભાની ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે. સાથે જ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેને કારણે હાલ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. એવામાં વિધાનસભામાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના નિવેદન પર ભારે હોબાળો મચી જવા પામ્યો છે. પ્રદીપસિંહે વિધાનસભામાં જ કૉન્ગ્રેસના કૉર્પોરેટરને ઑફર કરી કે રાજ્યસભાની ચૂંટણી આવે છે, તમારે આવવું હોય તો આવી શકો છો.

હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભામાં કાર્યવાહી દરમિયાન કૉન્ગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે જેઠાભાઈને કહ્યું હતું કે કુંવરજી જવાહરભાઈ મંત્રી બનશે, તમે નહીં. કૉન્ગ્રેસના ધારાસભ્યની આવી પ્રતિક્રિયા પર તરત જ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા તરત જ ઍક્શનમાં આવી ગયા હતા અને ગુલાબસિંહની વાત પર કટાક્ષ કરતાં પ્રદીપ સિંહે તેમને વિધાનસભામાં જ બીજેપીમાં જોડાવાની ઑફર કરી દીધી હતી.



આ પણ વાંચો : વાતાવરણ પલટાયું, આજે સુરત અને વડોદરામાં વરસાદની શક્યતા


પ્રદીપસિંહની આ ટિપ્પણી પર રાજકારણ ગરમાયું હતું અને પ્રદીપસિંહની ઑફરને લઈ કૉન્ગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે રાજ્યસભાની ચૂંટણી સમયે જ બીજેપી તોડજોડ કરે છે. બીજેપી તરફથી ધારાસભ્યોને તોડવાની કોશિશ થાય છે. રાજ્યસભામાં બીજેપીને એક બેઠક ગુમાવવાનો ડર છે.


Whatsapp-channel Whatsapp-channel

29 February, 2020 07:45 AM IST | Gandhinagar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK