ગુજરાતના જામનગરમાં સ્થિત ગુરુ ગોવિંદ સરકારી હૉસ્પિટલના ICU યૂનિટમાં ભીષણ આગ લાગી હતી. આગ ઓલવવા માટે અગ્નિશમક દળના 5 વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અગ્નિશમક દળ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ICUમાં ફસાયેલા બધાં દર્દીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે, જામનગરના નિગમ કમિશનર અને કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ લાગવાના કારણો વિશે હજી કંઇ માહિતી મળી નથી. આ દુર્ઘટનામાં કોઇપણ જાનમાલની હાનિ વિશે માહિતી નથી, વધુ માહિતી મળે તેની રાહ જોવાઇ રહી છે.
Gujarat: Fire breaks out in ICU unit at Guru Gobind Singh Government Hospital in Jamnagar. All patients evacuated from ICU.
— ANI (@ANI) August 25, 2020
Jamnagar Municipal Commissioner and Collector present at the hospital. pic.twitter.com/Ok5svaeas8
વાપીમાં GDICની એક કેમિકલ ફેક્ટ્રીમાં ભીષણ આગ
તાજેતરમાં જ થોડાંક દિવસ પહેલા વાપીમાં GDICની એર કેમિકલ ફેક્ટ્રીમાં ભીષણ આગ લાગી હતી, આગ ઓલવવા માચે બોલાવવામાં આવેલા અગ્નિશમક દળના આઠ વાહન ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. કેમિકલ ફેક્ટ્રીમાં રસાયણ પદાર્થ હોવાને કારણે આગ ઝડપથી ચારેય બાજુ ફેલાતી હતી. સતત વધતા જોખમને જોતાં કંપનીની આસપાસના વિસ્તારને પણ ખાલી કરાવવામાં આવ્યું હતું. આગને કારણે આકાશમાં ઉડતાં કાળા ધુમાળા થકી આકાશ કાળું ડિબાંગ થયેલું દેખાતું હતું. જો કે, સાંજ સુધી આગ લાગવાના કારણ વિશે માહિતી મળી નહોતી.
અમદાવાદના કોવિડ હૉસ્પિટલમાં આગ, 8ના મોત
આ પહેલા 6 ઑગસ્ટના અમદાવાદના સૌથી પૉશ વિસ્તાર નવરંગપુરા સ્થિત સ્પેશિયલ કોવિડ શ્રેય હૉસ્પિટલના આઇસીયૂ વૉર્ડમાં બપોરે 3 વાગ્યે આગ લાગી ગઈ હતી જેમાં આઠ કોરોના દર્દીઓના મોત થયા. શ્રેય હૉસ્પિટલ પર આરોપ હતો કે અહીં ફાયર સેફ્ટીની કોઇ સગવડ નહોતી. આ ઘટનામાં પાંચ પુરુષ તેમજ ત્રણ મહિલાઓના મોત નીપજ્યા. શ્રેય હૉસ્પિટલ 50 બેડની કોવિડ-19 હૉસ્પિટલ છે. હૉસ્પિટલ પાસે ફાયર સેફ્ટીના સાધન ન હોવાને કારણે ફાયર બ્રિગેડ અનાપત્તિ પ્રમાણ પત્ર ન હોવાની વાત પણ સામે આવી હતી. ઘટના દરમિયાન લગભગ 40થી 45 દર્દી અહીં સારવાર માટે દાખલ થયા હતા. અહીં બધાં કોરોના સંક્રમિત હતાં જેમને મહાનગર પાલિકા સંચાલિત સરદાર વલ્લભભાઇ પટેલ હૉસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.
મેયરને ધમકી આપનાર ગુજરાતી યુવાન જામનગરનો કરિયાણાવાળો નીકળ્યો
7th January, 2021 10:36 ISTરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં બનાવશે વિશ્વનું સૌથી મોટું ઝૂ
21st December, 2020 12:35 ISTજામનગરમાં હાથરસવાળી: 17 વર્ષની યુવતીને ઊંઘની દવા આપી તેના પર ગૅન્ગરેપ
5th October, 2020 14:04 ISTસૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th July, 2020 16:10 IST