રાજકોટમાં બનતી ઇલેક્ટ્રિક રિક્ષા યુરોપના રસ્તાઓ પર દોડશે

Published: Jun 27, 2019, 07:56 IST | રાજકોટ

એક સમયે છકડો રિક્ષા થકી જેની ઓળખ હતી એવી રાજકોટની અતુલ ઑટો લિમિટેડની ઇલેક્ટ્રિક રિક્ષા હવે ટૂંક સમયમાં યુનાઇટેડ કિંગડમ (યુકે)ના રસ્તાઓ પર દોડતી થઈ જશે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

એક સમયે છકડો રિક્ષા થકી જેની ઓળખ હતી એવી રાજકોટની અતુલ ઑટો લિમિટેડની ઇલેક્ટ્રિક રિક્ષા હવે ટૂંક સમયમાં યુનાઇટેડ કિંગડમ (યુકે)ના રસ્તાઓ પર દોડતી થઈ જશે. કંપનીએ થોડા સમય પહલાં જ ત્યાંના નિયમો મુજબ પોતાની યોગ્યતા સાબિત કરી દેતાં અતુલ ઑટોને તમામ પ્રકારનાં અપ્રૂવલ મળી ગયાં છે. આગામી ત્રણ મહિનામાં યુકેમાં ‘મેઇડ ઇન ઇન્ડિયા’ની ઇલેક્ટ્રિક રિક્ષા લૉન્ચ થઈ જશે અને યુકેના રિસ્પૉન્સના આધારે એક વર્ષ બાદ યુરોપના અન્ય દેશોમાં પણ રિક્ષા લૉન્ચ કરવાનો પ્લાન અતુલ ઑટોએ બનાવ્યો છે. અતુલ ઑટોનો એક પ્લાન્ટ અત્યારે રાજકોટમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં આવેલો છે અને કંપની પોતાનો બીજો પ્લાન્ટ ૪૦૦ કરોડના રોકાણ સાથે અમદાવાદ નજીક ચાંગોદાર ખાતે બનાવી રહી છે. આ નવા પ્લાન્ટમાં મોટા ભાગે ઈ-રિક્ષાનું ઉત્પાદન કરવામાં આવશે.

આ પણ વાંચો : World Cup 2019:ટીમ ઈન્ડિયાની આ ટીશર્ટ પર રાજકીય વિવાદ, આ પક્ષોને વાંધો

યુકેના પ્રોજેક્ટ વિશે અતુલ ઑટોના ચૅરમૅન અને મૅને‌જ‌િંગ ડિરેક્ટર જયંતી ચાંદ્રાએ જણાવ્યું કે ભારતમાથી ઇલેક્ટ્રિક રિક્ષા યુરોપના બજારમાં નિકાસ થાય અેવું પહેલી વાર થઈ રહ્યું છે. યુકે સરકારના તમામ નૉર્મ્સ પરિપૂર્ણ કર્યા બાદ આવું કરવા માટે અમને મોકો મળ્યો છે. અમારા પ્રયત્નો રહેશે કે યુકેના હિસાબે આગામી એક વર્ષમાં અમે યુરોપનાં અન્ય બજારોમાં પણ પ્રવેશ કરી શકીશું. તેમણે એમ પણ જણાવ્યું કે ભારતની તુલનાએ યુરોપમાં ઇલેક્ટ્રિક વેહિકલ ૧૦ વર્ષ અગાઉ જ સ્વીકારાઈ ગયાં હતાં અને એટલે જ ત્યાંનું બૅકવર્ડ ઇન્ટિગ્રેશન અથવા તો ચાર્જિંગ નેટવર્ક આપણા કરતાં વધુ મજબૂત અને વ્યવસ્થિત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK