બીજેપી એટલે કે ભારતીય જૂઠા પાર્ટી : કેશુભાઈ પટેલ

Published: 10th November, 2012 06:30 IST

ગુજરાતમાં આ પાર્ટીનો પાયો નાખનાર બાપાએ કાલે આ નામ આપતાં કહ્યું કે આ પક્ષમાં માથાથી પગના અંગૂઠા સુધીના ખોટાડા ભર્યા છે


ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રેસિડન્ટ અને ગુજરાતના એક સમયના મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે ગઈ કાલે કહ્યું હતું કે ‘બીજેપી એટલે ભારતીય જૂઠા પાર્ટી. આ પાર્ટીના માથાથી પગના અંગૂઠા સુધીના બધા ખોટાડા ભર્યા છે. નરેન્દ્ર મોદીને દિવસ-રાત સત્તા સાચવી રાખવાની ચિંતા છે, કારણ કે મનમાં ડર છે કે બીજા કોઈની સરકાર આવશે તો કરેલા ભ્રષ્ટાચારના બધા ભાંડા ફૂટી જશે. નાના છોકરાને રાત્રે રાક્ષસનું સપનું આવે તો તેની ઊંઘ બગડી જાય, મોદીને લોકાયુક્તનું સપનું આવે તો તેની ઊંઘ બગડી જાય છે.’

કેશુભાઈ પટેલે ગઈ કાલે રામ જેઠમલાની અને નીતિન ગડકરીને પણ અવળા હાથે લીધા હતા અને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે નેતાઓ રામ અને વિવેકાનંદ માટે નબળા શબ્દો વાપરી શકે કે ખરાબ તુલના કરી શકે તે નેતાઓ તળિયા વિનાના લોટા જેવા હોય છે. આ નેતાઓને માત્ર પૈસામાં રસ છે.


અજુર્ન મોઢવાડિયાને બીજેપીનો જવાબ વાનર તો ભગવાન રામના દૂત હતા

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણીએ વાનર સાથે કર્યા બાદ ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ ટ્વિટ કરી હતી કે મોદીની સરખામણી વાંદરા સાથે કરી તેમાં બીજેપીને કેમ ખોટું લાગ્યું? ગઈ કાલે મોઢવાડિયાને જવાબ આપતાં બીજેપીએ કહ્યું હતું કે વાનર તો ભગવાન રામના દૂત હતા એટલે બીજેપીને રામના દૂત સામે કોઈ જ વાંધો નથી.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી


ગુજરાત ગાદીયુદ્ધ : ગુજરાત ઇલેક્શનને લગતા તમામ ન્યૂઝ વાંચવા ક્લિક કરો
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK