ફેરિયા, શ્રમિકો માટે વીમા યોજનાનું કૉન્ગ્રેસનું પ્રૉમિસ

Published: 23rd October, 2012 05:15 IST

એકસાથે ચૂંટણીઢંઢેરો જાહેર નહીં કરીને ગુજરાત કૉન્ગ્રેસે ગઈ કાલે પોતાનો ઇલેક્શન મૅનિફેસ્ટોનો અગિયારમો મુદ્દો જાહેર કર્યો, જેમાં રોજગારીની દૃષ્ટિએ સમાજના સૌથી નીચલા સ્તરના લોકો એટલે કે મજૂર, ફેરિયા, રેંકડીવાળા અને ડ્રાઇવર વર્ગને આવરી લેવાનો પ્રયાસ કર્યો હતો.

કૉન્ગ્રેસના આ અગિયારમા મુદ્દામાં કુલ તેર વચનો આપવામાં આવ્યાં, જેમાં સૌથી આકર્ષિત મુદ્દો જો કોઈ હોય તો એ વીમા યોજનાનો હતો. કૉન્ગ્રેસના ગુજરાતપ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં ચાલીસ લાખથી વધુ ફેરિયા અને મજૂર ક્લાસના માણસો છે. જો કૉન્ગ્રેસની સરકાર આવશે તો આ તમામ મજૂર વર્ગના લોકો માટે વીમા યોજના લાવશે, જેનું પ્રીમિયમ સરકાર ભરશે. આ વીમા યોજનાથી મજૂર વર્ગના પરિવારજનોનું ભવિષ્ય સુરક્ષિત બનશે અને ભવિષ્ય સુરક્ષિત હશે તો એ વર્ગના લોકોને પૈસા કમાવાના શૉર્ટકટ અપનાવવાની જરૂર નહીં પડે.’

આ ઉપરાંત ગુજરાતમાં જો કૉન્ગ્રેસની સરકાર આવે તો ડ્રાઇવર વર્ગના લોકો માટે ટ્રેઇનિંગ સ્કૂલ શરૂ કરાવાથી માંડીને ૨૫૦થી વધુ વર્કર્સ કામ કરતા હોય એવી ફૅક્ટરી સાથે મળીને હાઉસિંગ કૉલોની બનાવવા સુધીનાં વચનો આપવામાં આવ્યાં હતાં. કૉન્ગ્રેસના ગઈ કાલના ચૂંટણીમુદ્દાની જાહેરાત પછી હવે બારમો એક ચૂંટણી મુદ્દો બાકી રહે છે, જે આ જ અઠવાડિયામાં જાહેર થાય એવી શક્યતા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK