શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહને સુપ્રીમ કોર્ટે આપી રાહત: હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મુક્યો

Updated: May 15, 2020, 16:15 IST | Gujarati Mid-day Online Correspondent | Ahmedabad

અંતિમ નિર્ણય ન આવે ત્યા સુધી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ધારાસભ્યપદ કાયમ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ગુજરાત રાજ્યના કાયદા અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની 2017ની વિધાનસભા ચૂંટણીને ગુજરાત હાઇકોર્ટે રદ કરતા તેમણે આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રિમ કોર્ટમાંથી આજે આવેલા ચુકાદાના પગલે ચુડાસમાએ રાહતનો શ્વાસ લીધો છે. આજે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મુકી દીધો છે. સુપ્રિમ કોર્ટે સ્ટે મુકતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ધારાસભ્યપદ હાલ પુરતું બચી ગયું છે. હવે જ્યાં સુધી અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી ચુડાસમાનું ધારાસભ્યપદ કાયમ રહેશે.

સુપ્રિમ કોર્ટના નિર્ણયની માહિતિ આપતું ટ્વીટ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું હતું.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું હતું કે, સત્ય પરેશાન થઈ શકે છે, પરાજીત નહીં. સત્મેવ જયતે.

 

સુપ્રિમ કોર્ટે આપેલો સ્ટે ભુપેન્દ્રસિંહ, સમગ્ર ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકાર માટે એક સારાં અને રાહતનાં સમાચાર છે.

મુદ્દો શું હતો?

ભુપેન્દ્રસિંહે 327 મતોની પાંખી સરસાઇથી  2017 વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પર જીત મેળવી હતી. તેની સામે અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે હતો, મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આ કેસમાં બન્ને પક્ષે સાક્ષીઓની જુબાની લેવામાં આવ્યાં બાદ રિટર્નિગ ઓફિસર ધવલ જાનીની ટ્રાન્સફર કરવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો હતો.અશ્વિન રાઠોડે ગણતરીમાં થયેલા ગોટાળાને પગલે પોતાને જ વિજેતા જાહેર કરવો જોઇએ એવી માંગ કરી હતી અને હાઇકોર્ટે પોસ્ટલ બેલેટમાં મળેલા કૂલ મતમાંથી 429 મત રદ થયા હોવાની જાહેરાત કરી હતી જેને કારણે ચુડાસમા વિજેતા જાહેર થયા હતા

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK