Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કેમ છો ટ્રમ્પ? માટે તૈયારીઓ શરૂ:પોલીસકર્મીઓએ સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યુ

કેમ છો ટ્રમ્પ? માટે તૈયારીઓ શરૂ:પોલીસકર્મીઓએ સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યુ

08 February, 2020 10:31 AM IST | Ahmedabad

કેમ છો ટ્રમ્પ? માટે તૈયારીઓ શરૂ:પોલીસકર્મીઓએ સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યુ

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની અમદાવાદ વિઝિટ ફાઇનલ થઈ છે અને વાઇટ હાઉસથી લીલી ઝંડી મળી છે. આગામી ૨૪થી ૨૭ ફેબ્રુઆરી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ અમદાવાદ આવશે. તેમના સ્ટેડિયમના કાર્યક્રમને લઈને અમદાવાદ પોલીસે અને એસપીજી સહિતની એજન્સીઓએ સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું અને સમીક્ષા કરી હતી.

અમદાવાદ પોલીસ-કમિશનર આશિષ ભાટિયા અને સ્પેશ્યલ સીપી અજય તોમરે મોટેરાસ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને પોલીસ-અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. દરમિયાન તેમની સાથે એસપીજીની ટીમ અને સુરક્ષા એજન્સીઓ પણ હાજર રહી હતી.



આ પણ વાંચો : સુરતીઓ આનંદો! સુરતને મળ્યું એશિયાની 30 રિલાયન્સ સિટીમાં સ્થાન


મોટેરા ખાતે નવા બનેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ હાજર રહેશે અને એક લાખની જનમેદનીને સંબોધન કરશે.


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2020 10:31 AM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK