Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા

અમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા

19 July, 2019 08:47 AM IST | અમદાવાદ

અમદાવાદઃ પૈસા બાબતે પતિએ પત્નીના નાક પર બચકું ભરતાં 15 ટાંકા આવ્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘોડાસર વિસ્તારમાં આવેલા રાજપથ બંગલોઝમાં રહેતાં રેશમબહેન ફુલવાણી દુકાનમાં નોકરી કરે છે અને તેમના પતિ કૈલાસભાઈ ફુલવાણી કોઈ કામધંધો કરતા નથી. બે દિવસ પહેલાં સવારે સમયે રેશમબહેનને પૈસાની જરૂર હોવાથી તે તેમના રૂમમાં ગયાં હતાં અને તેમણે તિજોરીમાંથી પાકીટ કાઢ્યું હતું, પરંતુ પાકીટમાં તેમણે મૂકેલા ૩૦૦૦ રૂપિયા નહોતા.

આ પણ વાંચો : ગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી



રેશમબહેને પતિને પૂછ્યું કે મારા પાકીટમાંથી પૈસા તમે લીધા છે? જેના જવાબમાં કૈલાસભાઈએ ના પાડી હતી. થોડી વાર ફરી પૂછ્યું કે મારા પૈસા તમે લીધા છે? એ વાતનું પતિને ખોટું લાગતાં તેણે રેશમબહેન સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં, રેશમબહેનના વાળ પકડીને નીચે પાડી ગડદાપાટુનો માર મારી ગળાના ભાગે નખ મારી દીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2019 08:47 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK