ગુજરાતમાં કોવિડ-19 રિકવરી રેટ 90.27 ટકાએ પહોંચ્યો

Updated: 31st October, 2020 20:02 IST | Gujarati Mid-day Online Correspondent | Gujarat

કોવિડ-19ના 935 પોઝિટિવ નવા કેસ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 90.27 ટકા છે. આજે કોવિડ-10ના 935 પોઝિટિવ કેસ આવ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,72,944એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 5 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3719એ પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 1014 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,574 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 60,53,847 ટેસ્ટ કરાયા છે.

સુરત કોર્પોરેશન 168, અમદાવાદ કોર્પોરેશન 166, વડોદરા કોર્પોરેશન 82, સુરત 59, રાજકોટ કોર્પોરેશન 48, વડોદરા 37, મહેસાણા 29, ગાંધીનગર કોર્પોરેશન 25, રાજકોટ 20, ભરૂચ 18, અમરેલી 16, જુનાગઢ 16, ખેડા 16, આણંદ 15, ગાંધીનગર 15, જામનગર કોર્પોરેશન 15, સુરેન્દ્રનગર 15, બનાસકાંઠા 14, જામનગર 13, સાબરકાંઠા 13, અમદાવાદ 12, જુનાગઢ કોર્પોરેશન 12, મોરબી 12, પંચમહાલ 12, પાટણ 12, કચ્છ 11, અરવલ્લી 10, ભાવનગર કોર્પોરેશન 10, ગીર સોમનાથ 8, દાહોદ 6, દેવભૂમિ દ્વારકા 6, મહીસાગર 6, તાપી 5, ભાવનગર 3, છોટા ઉદેપુર 3, નર્મદા 3, પોરબંદર 3, બોટાદ 1, કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે આજે રાજ્યમાં 5 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 2, પાટણ 1, રાજકોટ 1, સુરત કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3719એ પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,56,119 નાગરીકો સાજા થયા છે. જ્યારે 3719ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 13,106 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 59 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,047 સ્ટેબલ છે.

First Published: 31st October, 2020 19:40 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK