રાજકોટ: કોરોનાનો કહેર વધતા અમદાવાદથી આવવા-જવા પર પ્રતિબંધ

Published: May 07, 2020, 18:53 IST | Gujarati Mid-day Online Correspondent | Rajkot

કલેક્ટર રેમ્યા મોહનના આદેશ મુજબ ફક્ત મેડિકલ સેવાઓ જ રહેશે ચાલુ, ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 396 લોકોનું મૃત્યુ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે. તેમા પણ ગુજરાત રાજ્યની પરિસ્થિતિ બહુ ખરાબ છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટના કલેક્ટર રેમ્યા મોહને આ મહામારીને કાબૂમાં લેવા માટે આજે એક મોટો નિર્ણય લીધો. કલેક્ટરના આદેશ પ્રમાણે રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટ આવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ દરમિયાન માત્ર મેડિકલ સેવાને છૂટ આપવામાં આવી છે. એટલે કે એમ્બ્યુલન્સને ચાલવાની છૂટ આપવામાં આવી છે. રાજકોટથી સુરતમાં આવવા અને જવા અંગે આજ સાંજ સુધી નિર્ણય લેવામાં આવશે.

તાજેતરમાં અમદાવાદથી રાજકોટ આવેલા એક યુવાનનો કોરોના પોઝેટીવ આવતા આરોગ્ય તંત્ર વધુ સતર્ક થયું છે. આરોગ્ય વિભાગે યુવક જે વિસ્તારમાં રહેતો હતો તે વિસ્તારને હૉટસ્પોટમાં રાખ્યો છે અને તેના અપાર્ટમેનગ્ટની બન્ને વિંગને ક્વોરન્ટાઈન કરી દીધી છે. અપાર્ટમેન્ટમાં રહેતા 68 લોકોને પણ ક્વોરન્ટીન કરવામં આવ્યા છે. રાજકોટમાં ખાસ કરીને જંગલેશ્વર વિસ્તારમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ કેટલાક સોશિયલ ટ્રાન્સમિશનના કેસ પણ નોંધાયા છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને આજરોજ આ નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસ બહુ વધી રહ્યાં છે. આજે સવારના આઠ વાગ્યા સુધીના આંકડાઅ મુજબ ગુજરાતમાં કુલ 6,625 કેસ નોંધાય છે. જેમાંથી 4,729 કેસ એક્ટિવ છે અને 1,500 લોકો સાજા પણ થઈ ગયાં છે. જ્યારે 396 લોકોનું મૃત્યુ થયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK