Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં આજે કોવિડ-19ના 1514 નવા કેસ

ગુજરાતમાં આજે કોવિડ-19ના 1514 નવા કેસ

05 December, 2020 09:14 PM IST | Gujarat
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતમાં આજે કોવિડ-19ના 1514 નવા કેસ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


ગુજરાતમાં કોરોના મહામારીન સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે વધારો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1514 પોઝિટિવ કેસ આવ્યા છે.

ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,17,333એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4064એ પહોંચ્યો છે. જ્યારે 1535 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં રિકવરી રેટ 91.28 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં 69,668 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.



અમદાવાદ કોર્પોરેશન 296, સુરત કોર્પોરેશન 202, વડોદરા કોર્પોરેશન 137, રાજકોટ કોર્પોરેશન 101, મહેસાણા 73, રાજકોટ 44, સાબરકાકાંઠા 43, વડોદરા 41, સુરત 39, બનાસકાંઠા 37, પાટણ 37, અમદાવાદ 36, ખેડા 31, ગાંધીનગર 30, ગાંધીનગર કોર્પોરેશન 28, પંચમહાલ 28, જામનગર કોર્પોરેશન 27, કચ્છ 25, દાહોદ 24, સુરેન્દ્રનગર 24, ભરૂચ 23, અમરેલી 22, મોરબી 22, આણાંદ 21, જામનગર 17, ભાવનગર કોર્પોરેશન 14, ગીર સોમનાથ 13, જુનાગઢ 13, જુનાગઢ કોર્પોરેશન 13, મહીસાગર 13, દેવભૂમિ દ્વારકા 9, નર્મદા 8, અરવલ્લી 7, ભાવનગર 3, ડાંગ 3, તાપી 3, બોટાદ 2, નવસારી 2, પોરબાંદર 2, છોટા ઉદેપુર 1 કેસ સામે આવ્યા છે.


આરોગ્ય વિભાગે આપેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના 15 દર્દીઓના મોત થયા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 9 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 2, રાજકોટ 2, અરવલ્લી 1, રાજકોટ કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4064એ પહોંચ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2020 09:14 PM IST | Gujarat | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK