Covid-19: ગુજરાતમાં રિકવરી રેટ 90 ટકાને પાર

Published: 29th October, 2020 20:23 IST | Gujarati Mid-day Online Correspondent | Gujarat

આજે ફરી રાજ્યમાં કોરોનાના કેસ 1000ની અંદર નોંધાયા છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોવિડ-19 દરદીઓમાં રિકવરી રેટ 90.08 ટકાએ પહોંચ્યો છે. આજે ફરી રાજ્યમાં કોરોનાના કેસ 1000ની અંદર નોંધાયા છે.  છેલ્લા 24 કલાકમાં નવા 987 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,71,040 પર પહોંચ્યો છે.

ગુજરાતમાંના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વસ્તીને ધ્યાને લેતા રોજ આશરે 815 ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 51,912 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 58,97,627 પર પહોંચ્યો છે.

આજે 1083 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,54,078 પર પહોંચ્યો છે. આજે 4 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,708 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 13,254 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.

આજે કોરોના વાયરસે 4 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 1, ગાંધીનગરમાં 1 અને સુરતમાં 2 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.

સૌથી વધુ કેસ સુરતમાં 213, અમદાવાદમાં 171, રાજકોટમાં 96, વડોદરામાં 117 અને જામનગરમાં 28 કોરોનાના કેસ નોંધાયા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK