શ્રીલંકા બૉમ્બધડાકાના હૅન્ડલરનું નીકળ્યું ગુજરાત કનેક્શન..!

(જી.એન.એસ.) | નવી દિલ્હી | Apr 29, 2019, 07:51 IST

ગુજરાત એટીએસે દોઢ વર્ષ પહેલાં કાસિમ-આદિલની ધરપકડ કરી હતી, બન્નેની પૂછપરછમાં થયો ખુલાસો: શ્રીલંકા બ્લાસ્ટનો પ્લાન બે વર્ષ અગાઉ ઘડવામાં આવ્યો હતો

શ્રીલંકા બૉમ્બધડાકાના હૅન્ડલરનું નીકળ્યું ગુજરાત કનેક્શન..!
પ્રતીકાત્મક તસવીર

શ્રીલંકામાં થયેલા શ્રેણીબંધ આત્મઘાતી હુમલાના તાર ગુજરાત સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસના હાથે ઝડપાયેલા હૅન્ડલરની પૂછપરછમાં સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટનો પ્લાન બે વર્ષ અગાઉ ઘડવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાંથી ઝડપાયેલા આઇએસઆઇએસના બે આતંકવાદીઓ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. ભારતીય ગુપ્તચર એજન્સીએ આ માહિતી શ્રીલંકાને પણ આપી હતી. તેવી જ રીતે ગુજરાત એટીએસે પણ શ્રીલંકાને આ માહિતી આપી હતી.

ગુજરાત એટીએસના હાથે આજથી દોઢ વર્ષ પહેલાં કાસિમ ટિમ્બરવાલા અને આદિલ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. કાસિમ ટિમ્બરવાલા અંકલેશ્વરથી ઝડપાયો હતો. જ્યારે આદિલ સોશ્યલ મિડિયામાં ઘણો સક્રિય હતો અને તે પોતાની નીચે કેડર તૈયાર કરી રહ્યો હતો. આ બંને ખુંખાર ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસના સંપર્કમાં હોવાનું ગુજરાત એટીએસની પૂછપરછમાં સામે આવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતમાં ગરમીનો 17 વર્ષોનો રેકોર્ડ તુટ્યો

એટીએસના ધ્યાનમાં આવ્યું હતું કે કાસિમ અને આદિલ બંને મળીને શ્રીલંકામાં ટીમ બનાવી રહ્યા હતા. એટીએસે મેળવેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે આદિલ શ્રીલંકામાં કોઈ ઍક્સ નામની વ્યક્તિ સાથે સંપર્કમાં હતો. ઍક્સ શ્રીલંકામાં કમાન્ડો હતો. એને પાકિસ્તાનમાં ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. ઍક્સ હાલ સીરિયામાં હોઈ શકે છે. આ ત્રણે જણ અને શ્રીલંકામાં આઇએસએસ વતી કંઈક મોટું કરવાની ફિરાકમાં હતા. ભારતીય ગુચર એજન્સીઓ પાસે આદિલ અને ઍક્સ વચ્ચે થયેલી વાતચીતના પુરાવા પણ છે. આદિલ શ્રીલંકા સહિતના હુમલાઓનું પ્લાનિંગ કરે તે પહેલાં જ પકડાઈ ગયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK