કૉન્ગ્રેસ આજે ભુજથી ચૂંટણીપ્રચાર શરૂ કરશે

Published: 28th September, 2011 18:45 IST

નવરાત્રિના પહેલા નોરતે માતાના મઢે સવારે અગિયાર વાગ્યે દર્શન કરીને ગુજરાત કૉન્ગ્રેસ ગુજરાત વિધાનસભાનું પોતાનું ઈલેક્શન-કૅમ્પેન શરૂ કરવાની છે. ગુજરાત કૉન્ગ્રેસના ઇલેક્શન-હેડ શંકરસિંહ વાઘેલાએ ગઈ કાલે ભુજમાં કહ્યું હતું કે ‘ગુજરાત સરકારે કચ્છમાં લગભગ ૨૫,૦૦૦ કરોડનાં કૌભાંડ કરીને કચ્છને કૌભાંડનું એપિસેન્ટર બનાવી દીધું છે.

 

વિધાનસભાના ઇલેક્શન માટેના કૅમ્પેનિંગનું પહેલા નોરતેથી પ્રારંભ

કચ્છથી ચૂંટણીપ્રચાર શરૂ કર્યાના એક મહિના પછી અમે રાજ્યપાલ પાસે વિધાનસભા ઇલેક્શનની માગણી મૂકવાના છીએ. ઇલેક્શન શું કામ વહેલું આવવું જોઈએ એ માટેનાં ૧૦૧ કારણો અમે તૈયાર કયાર઼્ છે.’
ગઈ કાલે શંકરસિંહ વાઘેલાએ એવી પણ જાહેરાત કરી હતી કે જો ગુજરાતમાં કૉન્ગ્રેસની સરકાર બનશે તો એ સરકાર નરેન્દ્ર મોદીએ કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે એક કમિટીની રચના કરશે. શંકરસિંહ વાઘેલાએ ‘મિડ-ડે’ને ફોન પર કહ્યું હતું કે ‘એ કમિટીમાં અમે દરેક જિલ્લાના પ્રતિનિધિને સ્થાન આપીશું, જેથી ભ્રષ્ટાચારના સાચા આંકડા સુધી પહોંચી શકાય.’

 


આજે સવારે અગિયાર વાગ્યે માતાના મઢે દર્શન કર્યા પછી શંકરસિંહ વાઘેલા બપોરે બે વાગ્યે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં એક જાહેર સભા સંબોધવાના છે.

પ્રદીપ શર્મા સાથે ગુફ્તેગૂ

ગઈ કાલે શંકરસિંહ વાઘેલા ભુજમાં આવેલી પાલારાની સ્પેશ્યલ જેલમાં ગુજરાતના સસ્પેન્ડેડ આઇએએસ ઑફિસર પ્રદીપ શર્માને મળવા ગયા હતા. પ્રદીપ શર્મા અને શંકરસિંહ વાઘેલાની એ મીટિંગ વીસ મિનિટ સુધી ચાલી હતી. કચ્છમાં આવેલા ધરતીકંપ પછી દુકાનવિતરણમાં ગેરરીતિ આચરવા બદલ પ્રદીપ શર્માની ગુજરાત સરકારે અરેસ્ટ કરી છે. પ્રદીપ શર્માને મળ્યા પછી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ‘પ્રદીપ શર્મા સંપૂર્ણ નર્દિોષ છે, રાજ્ય સરકારે તેમને કઈ રીતે હાથો બનાવ્યા એની વિગતો સમય આવ્યે હું જાહેર કરીશ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK