ગાંધીનગરમાં પ્રદર્શન દરમિયાન કોંગ્રેસીઓ પર લાઠીચાર્જ, અમિત ચાવડાની અટકાયત

Published: 9th December, 2019 14:42 IST | Gandhinagar

પરેશ ધાનાણીએ કહ્યું કે સરકાર ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે કામ કરી રહી છે. સરકાર નોકરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેનો જવાબ આવનારા સમયમાં ગુજરાતની જનતા આપશે.

અમિત ચાવડા
અમિત ચાવડા

ગુજરાત સરકારની જનવિરોધી નીતિઓની સામે કોંગ્રેસ વિધાનસભાનો ઘેરાવ કરે તે પહેલા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત અનેક નેતાઓ પર પાણીનો મારો તેમજ હળવો બળ પ્રયોગ કરવામાં આવ્યો, કાર્યકર્તાઓએ પથ્થર મારીને વૉટર કેનનના કાંચને તોડી નાખ્યો.

ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારના વિરોધમાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતોનના અધિકારોની માંગણીને લઈને કોંગ્રેસે સોમવારે વિધાનસભા સુધી કૂચનું એલાન કર્યું હતું. પોલીસે કોંગ્રેસને સત્યાગ્રહ છાવણીમાં જનસભાની મંજૂરી આપી હતી. સભા બાદ કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા વિધાનસભાની તરફ આગળ વધ્યા, પરંતુ તેમણે પોલીસે રસ્તા વચ્ચે જ રોકી લીધા. પોલીસે કોંગ્રેસ નેતાઓ પણ પાણીનો મારો ચલાવ્યો અને હળવો બળ પ્રયોગ કર્યો.

પોલીસે અટકાયતમાં લેતા જ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા રસ્તા પર બેસી ગયા અને પોલીસ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો. આ પહેલા કોંગ્રેસની રેલીમાં ભારત માતાની જય, કાલે લડ્યા હતા ગોરાઓ સાથે હવે લડીશું ચોરો સાથે જેવા નારા પણ લગાવ્યા. અધ્યક્ષ ચાવડા, નેતા વિપક્ષ પરેશ ધાનાણી, પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ જેવા નેતાઓએ ગુજરાત સરકાર પર ખેડૂતો, મજૂર અને યુવાન વિરોધી હોવાનો આરોપ લગાવ્યો. ચાવડાએ કહ્યું કે સરકારની નોકરીની ભરતીઓ વારંવાર ગોટાળા અને અનિયમિતતા થઈ રહી છે.

પરેશ ધાનાણીએ કહ્યું કે સરકાર ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે કામ કરી રહી છે. સરકાર નોકરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેનો જવાબ આવનારા સમયમાં ગુજરાતની જનતા આપશે.

આ પણ જુઓઃ Happy Birthday Dia Mirza: સાદગી અને સુંદરતાનો પર્યાય છે દિયા, જુઓ તસવીરો

મહત્વનું છે કે સોમવારથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર શરૂ થવા જઈ રહ્યં છે. વિધાનસભામાં સરકારી ભરતીમાં ગોટાળા, મહિલા અને યુવતીઓ સાથે દુષ્કર્મ તથા ખેડૂતોની આત્મહત્યા અને દેવું માફી જેવા મુદ્દા પર ભાજપને ઘેરવાની રણનીતિ બનાવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK