Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વિજય રૂપાણીને બાળકો પર વહાલ ઊભરાયું

વિજય રૂપાણીને બાળકો પર વહાલ ઊભરાયું

05 January, 2021 12:56 PM IST | Dang
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિજય રૂપાણીને બાળકો પર વહાલ ઊભરાયું

વિજય રૂપાણી બાળકો સાથે

વિજય રૂપાણી બાળકો સાથે


ગુજરાતના ડાંગ જિલ્લામાં આહવા પાસે આવેલા લશ્કર્યા ગામે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે યોજાયેલા વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં બેબી-કીટનું વિતરણ કરતી વખતે વિજય રૂપાણીને બાળકો પર હેત ઊભરાઈ આવ્યું હતું અને તેઓએ સ્ટેજ પર બાળકોને વહાલ કરી રમાડ્યાં હતાં. વિજય રૂપાણીએ રૂપિયા ૪૭ કરોડના ખર્ચે આકાર પામનારી પાણી પુરવઠા યોજનાનું ખાતમુર્હૂત કરવાની સાથે રૂપિયા ૭૫ કરોડનાં વિકાસકામોની ભેટ આપતા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન સગર્ભા બહેનો તથા નવજાત શિશુની સુખાકારી માટે પ્રયોશા પ્રતિષ્ઠાન અને દિવાળીબહેન ટ્રસ્ટ પુરસ્કૃત માતૃશક્તિકરણ કલ્પનો વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો ત્યારે બેબી-કીટનું વિતરણ કરતી વખતે સ્ટેજ પર પોતાના બાળકને તેડીને માતાઓ આવી હતી. બાળકોને જોઈને સંવેદનશીલ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બાળકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. બાળકોને જોઈને તેઓએ બાળકોના ગાલે વહાલ કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2021 12:56 PM IST | Dang | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK