જાણો, અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ શું કહ્યું

જામનગર | Apr 11, 2019, 00:06 IST

મુખ્યમંત્રી વિજય રૂપાણીને અલ્પેશ ઠાકોરને લઇને સવાલ પુછતા કહ્યું હતું કે ભાજપમાં અલ્પેશ ઠાકોરના જોડવા અંગે હજુ કોઇ વાત કે ચર્ચા થઈ નથી.

જાણો, અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ શું કહ્યું
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપીણી અને અલ્પેશ ઠાકોર

લોકસભા ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો વધી રહ્યો છે. બુધવારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે પોતાના તમામ પદ પરથી રાજીનામું આપીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. તેવા સમયે ચુંટણીના પ્રચાર માટે ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપીણી જામનગરમાં શક્તિ પ્રદર્શન કરવા જંગી જાહેર સભાનું આયોજન કર્યું હતું. આ સભા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અલ્પેશ ઠાકોરને લઇને સવાલ પુછતા કહ્યું હતું કે ભાજપમાં અલ્પેશ ઠાકોરના જોડવા અંગે હજુ કોઇ વાત કે ચર્ચા થઈ નથી. આમ કહીને તેમણે અલ્પેશ વિશે વધુ કહી કેવાનું ટાળ્યું હતું.

જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં ભાજપ દ્વારા આજે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના બન્ને ઉમેદવાર પુનમબેન માડમ અને રાઘવજી પટેલને જીતાડવા મુખ્યમંત્રીએ જનમેદનીને હાકલ કરી હતી. જયારે સભામાં ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી આર સી ફળદુ અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત ભાજપના નેતાઓ
, આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.



ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે બુધવારે તમામ પદ પરથી રાજીનામું આપી કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. જેને પગલે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. અલ્પેશે કોંગ્રેસના સાથે છોડી દેતા હાર્દિક પટેલે તેના પર કટાક્ષ કરતા તેના પર પ્રહારો કર્યા હતા.

અલ્પેશ પોલિટિક્સ શીખી ગયો છે
: હાર્દિક પટેલ
પાટીદાર નેતા અને હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે બુધવારે અલ્પેશ ઠાકોરના રાજીનાને લઇને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરે લીધેલો નિર્ણય વ્યક્તિગત છે. પણ અલ્પેશ પોલિટિક્સ શીખી ગયો છે અને રમી પણ રહ્યો છે. અલ્પેશને કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધુ આપ્યું છે. થોડા ઓછા સમયમાં જ કોંગ્રેસ પાર્ટીએ અલ્પેશ ઠાકોરને અનેક જવાબદારીઓ પણ આપી છે. ભાજપ દ્વારા કોંગ્રેસમાં અંદરો અંદર ઝઘડો કરાવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલ્પેશને ઠાકોરને હું પણ સમજાવાનો પ્રયત્ન કરીશ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK