ગુજરાતમાં પહેલી જ વખત બ્રેઇલ લિપિના ઈવીએમનો ઉપયોગ થશે

Published: 2nd November, 2012 05:20 IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વાર જોઈ નહીં શકતા મતદારો કોઈની પણ મદદ વગર મતદાન કરી શકે એ માટે બ્રેઇલ લિપિમાં ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (ઈવીએમ) મૂકવામાં આવશે. વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે પ્રથમ વાર અમદાવાદ જિલ્લાનાં તમામ મતદાન મથકોમાં બ્રેઇલ માર્કિંગવાળાં બબ્બે ઈવીએમ મૂકવામાં આવશે.


અમદાવાદ જિલ્લાના કલેક્ટર વિજય નહેરાએ કહ્યું હતું કે આ ઈવીએમ ઉપર બ્રેઇલ લિપિના માર્ક હશે. જોઈ નહીં શકતા મતદારો માટે મતદાન મથકોમાં પ્રિસાઇડિંગ અધિકારી પાસે ઉમેદવારોની ક્રમવાર યાદી દર્શાવતું બ્રેઇલ લિપિમાં બૅલેટ પેપર ઉપલબ્ધ હશે. એ આ મતદારને અપાશે, જેથી તે બૅલેટ પેપર પર હાથ ફેરવીને ઉમેદવારોનાં નામ જાણી શકશે અને તે કયા ક્રમ ઉપર નામ છે એ જાણી શકશે. મતદાન કુટિરમાં બ્રેઇલ લિપિના માર્કિંગ સાથેનું ઈવીએમ હશે, જેમાં વાદળી બટનની જમણી તરફ આ બ્રેઇલ લિપિ માર્કિંગ હશે જેની ઉપર હાથ ફેરવીને પ્રજ્ઞાચક્ષુ મતદાર મતદાન કરી શકશે.

કલેક્ટર વિજય નહેરાએ કહ્યું કે શારીરિક રીતે અશક્ત મતદારો માટે અમદાવાદ જિલ્લાનાંં તમામ ૪૮૫૬ મતદાન મથકો ઉપર ખાસ રૅમ્પ (ઢાળ)ની વ્યવસ્થા કરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK