વિધાનસભા પેટાચૂંટણી : બીજેપી આજે ઉમેદવારોનાં નામ જાહેર કરશે

Published: Sep 29, 2019, 07:40 IST | ગાંધીનગર

સોમવારે બીજેપીના છ ઉમેદવારો એકસાથે ફોર્મ ભરશે. તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે.એવી પણ માહિતી મળી છે કે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી સોમવારે રાધનપુર ખાતે હાજર રહેશે.

ભાજપ આજે જાહેર કરશે વિધાનસભા માટે ઉમેદવાર
ભાજપ આજે જાહેર કરશે વિધાનસભા માટે ઉમેદવાર

ગુજરાત વિધાનસભાની છ બેઠકો પર યોજાનાર પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી રવિવારે બપોરે ૧૨ વાગ્યા પછી ઉમેદવારોનાં નામ જાહેર કરશે. હાલ પ્રદેશ બીજેપી તરફથી નામોની પૅનલ બનાવીને દિલ્હી હાઈકમાન્ડને મોકલી દેવામાં આવી છે. દિલ્હી ખાતે બીજેપી પ્રમુખ અમિત શાહ સહિતના નેતાઓ છ બેઠક માટે ઉમેદવારનાં નામ પર અંતિમ મહોર લગાવશે.

આ પહેલાં જ રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલાને લીલી ઝંડી આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે બીજેપીના છ ઉમેદવારો એકસાથે ફોર્મ ભરશે. તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે.
એવી પણ માહિતી મળી છે કે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી સોમવારે રાધનપુર ખાતે હાજર રહેશે. આ બેઠક પરથી અલ્પેશ ઠાકોર ફોર્મ ભરશે.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

 જ્યારે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ગોરધન ઝડફિયા બાયડ ખાતે હાજર રહેશે. આ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ઉમેદવારી ફોર્મ ભરશે. નોંધનીય છે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કૉન્ગ્રેસ છોડીને બીજેપી સાથે જોડાયા છે. રાધનપુર અને બાયડ સિવાય, અમરાઇવાડા, લુણાવડા, ખેરાલુ અને થરાદ બેઠક પર બીજેપીના પ્રધાનો અને સંગઠનના પદાધિકારીઓ હાજર રહેશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK