ગુજરાત ભાજપે આપી રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી, જાણો શું છે મામલો

Published: Jul 20, 2019, 15:17 IST | મુંબઈ

ગુજરાત ભાજપે રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે. જાણો શું છે આખો મામલો.

ગુજરાત ભાજપે આપી રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી
ગુજરાત ભાજપે આપી રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી

ગુજરાત સરકાર રાજ્યમાં જળ સંકટને જોતા આ વખતે સરદાર સરોવર બંધને 131 મીટરની ઉંચાઈ સુધી ભરવા માંગે છે પરંતુ મધ્ય પ્રદેશ સરકારે ભરાવ ક્ષેત્રમાં વસેલા આદિવાસીઓના પલાયનનો હવાલો આપતા તેનો વિરોધ કર્યો છે. મધ્ય પ્રદેશ સરાકરે નર્મદા નદી પર ગુજરાતનું પાણી બંધ કરવાની ચેતવણી આપી. જેના વિરોધમાં ગુજરાત ભાજપે રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે.

ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકારના આવતા જ ગુજરાત વિરોધી માનસિકતા ઉજાગર થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનતાની સાથે જ બંને રાજ્યોની વચ્ચે જળ વિવાદ શાંત થઈ ગયો છે. પરંતુ સરકાર બદલતા જ મધ્ય પ્રદેશ સરકાર હવે ગુજરાત વિરોધી વલણ અપનાવી રહી છે. વાઘાણીએ કહ્યું કે ગુજરાતનું પાણી બંધ કરવાની ચેતવણી આપીને કોંગ્રેસે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોની સમસ્યાઓને નજરઅંદાજ કરી છે. તેમના આ વલણનો ગુજરાતના તમામ ગામ અને શહેરોમાં વિરોધ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ પણ મધ્યપ્રદેશ સરકારના આ વલણનો વિરોધ કરતા ગુજરાતનું પાણી બંધ કરવાની ચેતવણીને ગંભીરતાથી લેવાની વાત કહી છે.

આ પણ જુઓઃ ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો

મહત્વનું છે કે સરદાર સરોવર બંધમાં કેટલું પાણી ભરવામાં આવશે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે તે નર્મદા કંટ્રોલ ઑછોરિટી નક્કી કરે છે. પરંતુ એનસીએ ગુજરાતના સમર્થનમાં હોવા થતા કોંગ્રેસ સરાકરે બંધ 131 મીટર સુધી ભરવાનો વિરોધ કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK