વિધાનસભ્યનો પુત્ર બન્યો બાહુબલી: હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ

Published: Jan 23, 2020, 08:18 IST | Bhuj

બે બંદૂક સાથે હવામાં ફાયરિંગ કરતા પોતાના વિડિયો ઇન્સ્ટાગ્રામમાં કર્યા પોસ્ટ 

જયદીપસિંહ જાડેજાનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ
જયદીપસિંહ જાડેજાનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ

કચ્છના અબડાસા તાલુકાના કૉન્ગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહ જાડેજાએ પોતાના ફાર્મહાઉસ પર બે અલગ-અલગ બંદૂકથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં પોતાના જ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં પોલીસે હથિયાર ધારાની કલમ હેઠળ ધારાસભ્યના પુત્ર જયદીપસિંહ જાડેજા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

આ ચોંકાવનારા બનાવમાં જયદીપ કચ્છના નખત્રાણા તાલુકાના મોટા ધાવડા નામના ગામમાં આવેલા પોતાના ફાર્મહાઉસમાં તેમ જ અન્ય કોઈ જંગલ વિસ્તારમાં પોતાની બે અલગ-અલગ બંદૂકોથી હવામાં ફાયરિંગ કરતો આ ઇન્સ્ટાગ્રામમાં જોવા મળે છે. આ અગાઉ થોડા સમય પહેલાં તેણે પોતાના ફેસબુક આઇડી પર પણ પોતાના આવા વિડિયો પોસ્ટ કર્યા હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો : ડાંગમાં ઊગતાં વિદેશી ઍન્થુરિયમ ફૂલ મુંબઈની શોભા વધારી રહ્યાં છે

અચરજની વાત એ છે કે ધારાસભ્યનો ફરજંદ હોવાને નાતે પોલીસ આ ઘટનાને છાવરવા પ્રયાસ કરી રહી છે. આ ઘટના અંગે જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમને પૂછતાં આવી કોઈ જાણ હજી થઈ નથી એવું જણાવાયું હતું. જોકે ત્યાર બાદ કોઈ પીએસઆઇને આ ઘટનાની માહિતી લેવા નખત્રાણા મોકલાયા હોવાનું જણાવાયું હતું. મહેસાણા ખાતે બીજેપીના એક મોટા માથાના પિતાની વાડીમાંથી ૩૧ પેટી જેટલો વિદેશી શરાબ પોલીસે ઝડપ્યો છે ત્યારે કચ્છમાંથી બહાર આવેલી આ ઘટનામાં ધારાસભ્યના પુત્રએ પોતાની વિકૃત માનસિકતાનું પ્રદર્શન કર્યું છે તેથી રાજકારણમાં તો ‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા’ની વાત સાચી હોવાનું સાબિત થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK