જામનગરના એટીએમમાં મળશે દૂધ: પાંચ લાખનો ખર્ચ કરીને બનાવ્યું મશીન

Published: Jul 08, 2019, 07:52 IST | જામનગર

૧૦૦ લીટર દૂધ અને છાશ રાખી શકાય એટલી ક્ષમતા છે

જામનગરના એટીએમમાં મળશે દૂધ
જામનગરના એટીએમમાં મળશે દૂધ

જેમ ચોવીસ કલાક દરમ્યાન ગમે ત્યારે એટીએમમાંથી પૈસા લઈ શકાય છે એવી રીતે જામનગરમાં હવે એટીએમમાંથી દૂધ પણ લઈ શકાય. જામનગરના ગોકુલનગર અને દરેડ બસ-સ્ટૉપ પાસે એવાં એટીએમ મૂકવામાં આવ્યાં છે જેમાંથી દૂધ અને છાસ મળે છે. આ એટીએમમાંથી દૂધ અને છાસ લેવા માટે તમે બૅન્કનું એટીએમ કાર્ડ પણ વાપરી શકો છો જે એની સૌથી મોટી ખાસિયત છે. લીટર દ‌ીઠ દૂધનો ભાવ ૬૦ રૂપિયા અને છાસનો ભાવ વીસ રૂપિયા છે. આ એટીએમ કોઈ સંસ્થાના નહીં, પણ લક્ષ્મણભાઈ નકૂમ નામના જામનગરવાસીના છે. લક્ષ્મણભાઈ કહે છે, ‘છૂટક મળતા દૂધમાં લોકોને ભેળસેળની બીક હોય છે એટલે માણસ અડે પણ નહીં એ પ્રકારનું મશીન બનાવવાનો વિચાર આવ્યો જેમાંથી ચોવીસ કલાક દૂધ મળે. બૅન્ગલોર અને અમદાવાદમાં તપાસ કરી પણ આવાં મશીન હતાં નહીં એટલે તે લોકો સાથે મળીને આ મશીનની ડિઝાઇન તૈયાર કરી અને મશીન બનાવડાવ્યાં.’

આ મશીનની પડતર કિંમત પાંચ લાખ રૂપિયા છે. લક્ષ્મણભાઈની ઇચ્છા છે કે તે ગુજરાતભરમાં આ પ્રકારનાં મશીન મૂકે અને લોકો જાતે જ દૂધ-છાસ ખરીદે જેથી તેમના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં કરે નહીં. આ મશીન પર દૂધ લેવા આવનારા પાસે વાસણ ન હોય તો પણ વાંધો નથી આવતો, કારણ કે મશીનમાં જ બનાવવામાં આવેલા એક ખાનામાં પ્લાસ્ટિકની કોથળીઓ હોય છે.

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં મેધરાજાનો પ્રકોપ, 48 કલાક ભારે વરસાદની આગાહી

મશીનમાં સો લીટર દૂધ અને એટલી જ છાસ સમાવી શકાય છે. મશીનની બીજી ખાસિયત એ છે કે એમાં રહેલાં દૂધ-છાસ ૭૨ કલાક સુધી બગડતાં નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK