શૈક્ષણિક પ્રવાસે નીકળેલી બસને અકસ્માત નડ્યો, 23 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

Published: Feb 11, 2020, 10:27 IST | Ankleshwar

અંકલેશ્વરના અમૃતપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન નવસારીના ચીખલી તાલુકાના કુકેરી ચક્કરિયા ગામે બસ પલટી મારતાં ૨૩ બાળકોને ઈજા થઈ હતી.

શૈક્ષણિક પ્રવાસે નીકળેલી બસને અકસ્માત નડ્યો
શૈક્ષણિક પ્રવાસે નીકળેલી બસને અકસ્માત નડ્યો

અંકલેશ્વરના અમૃતપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન નવસારીના ચીખલી તાલુકાના કુકેરી ચક્કરિયા ગામે બસ પલટી મારતાં ૨૩ બાળકોને ઈજા થઈ હતી.

અંકલેશ્વરના અમૃતપુરા પ્રાથમિક શાળાના ધોરણ ૪થી ૮નાં બાળકો ડાંગના સાપુતારા ખાતે ખાનગી ટ્રાવેલ્સની બસમાં વહેલી સવારે નીકળ્યાં હતાં. એ સમયે મળસ્કે આ બસને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી નજીક વળાંકમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી.

બસ પલટી મારતાં બસમાં સવાર ૫૭ જેટલાં બાળકોમાંથી ૨૦થી વધુ બાળકોને ઈજા થતાં સારવાર અર્થે ચીખલીની રેફરલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ૯ જેટલાં બાળકોને ગંભીર ઈજા જણાતા સારવાર અર્થે નવસારી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો : અમદાવાદઃ ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થતાં બે જણનાં મોત નીપજ્યાં

વહેલી સવારે ઘટના બનતાની સાથે જ ધડાકાભેર અવાજ સાંભળીને નજીકમાં રહેતા લોકોએ જાગીને જોતાં બસ પલટી મારેલી હોવાથી અને બસમાં બાળકો સવાર હોવાથી તાત્કાલિક ગામલોકોએ બાળકોને બહાર કાઢીને હૉસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

Loading...

Tags

gujarat
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK