પીપાવાવ પોર્ટ પર સિંહ પરિવારના આંટાફેરાથી લોકોમાં ફફડાટ

Published: Feb 12, 2020, 12:46 IST | Amreli

ગુજરાતની આન, બાન અને શાન સમા સિંહો એક સમયે જંગલ વિસ્તાર તરફ રહેતા હતા અને ત્યાર બાદ ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યા હતા. હવે રાજુલા પંથકમાં આવેલા પીપાવાવ પોર્ટને નિવાસસ્થાન બનાવ્યું છે.

સિંહ
સિંહ

ગુજરાતની આન, બાન અને શાન સમા સિંહો એક સમયે જંગલ વિસ્તાર તરફ રહેતા હતા અને ત્યાર બાદ ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યા હતા. હવે રાજુલા પંથકમાં આવેલા પીપાવાવ પોર્ટને નિવાસસ્થાન બનાવ્યું છે. આથી એની સુરક્ષા કરવી એ વનવિભાગની જવાબદારી છે, કેમ કે જોખમી કન્ટેનરો અને ઉદ્યોગોમાં ધમધમતાં વાહનો વચ્ચે સિંહોએ નિવાસસ્થાન બનાવ્યું છે. ત્યારે સુરક્ષાને લઈને ગંભીર ચિંતા કરવાની જરૂર છે. આ ઘટના અંગે રાજુલા વનવિભાગના અધિકારીઓ ગંભીરતા દાખવતા નથી. કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે એવી ભીતિ સેવાઈ રહી છે. સિંહોના હુમલાને લઈને પોર્ટ પર કામ કરી રહેલા મજૂરોના જીવન પર સંકટ તોળાઈ રહ્યું છે.

જોકે સમગ્ર મામલે વનવિભાગ દ્વારા તાકીદે ગંભીરતાપૂર્વક વિચારણા કરી સિંહોની સુરક્ષામાં કોઈ પગલાં નહીં ભરાય તો પીપાવાવ પોર્ટ પર મોટો અકસ્માત થવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે. જે ગ્રુપ સિંહણ, સિંહબાળ સાથે પોર્ટની જેટી પરપહોંચ્યું હતું એ જ ગ્રુપ વહેલી સવારે પીપાવાવ પોર્ટના રેલવે યાર્ડ જ્યાં કન્ટેનરોના ખડકલા પડ્યા છે અને સતત કન્ટેનરો લોડ થતાં હોય છે ત્યાં પહોંચ્યું છે. મહાકાય વાહનો ધસમસતાં હોય છે એવા સમયે સિંહબાળ અને સિંહણ ઘૂસી જતાં ભારે અફડાતફડી સર્જાઈ હતી. જોકે અહીંના પરપ્રાંતીય લોકો તાકીદે ઑફિસોમાં ઘૂસી ગયા હતા. પરંતુ આવી ઘટના દિન-પ્રતિદિન વધતી જાય છે. રાજુલા રેન્જમાં વાઇલ્ડલાઇફના અનુભવી આરએફઓ અધિકારી મૂકવા પણ લોકોની માગ છે. સિંહો અને વન્યપ્રાણીઓની મૂવમેન્ટથી જાણકાર રેવન્યુ વિસ્તાર અને ગીરમાં કામ કરી ચૂકેલા આરએફઓની નિમણૂક કરવા માગ ઊઠી છે.

Loading...

Tags

gujarat
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK