ગુજરાતમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ, કોરોના વાયરસ ફેલાવવાની શક્યતાઓ વધી

Updated: Mar 25, 2020, 17:39 IST | Gujarati Mid-day Online Correspondent | Gujarat

27 માર્ચ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાની હવામાન વિભાગની આગાહી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

એક બાજુ કોરોના વાયરસ (COVID-19)નો કહેર વધી રહ્યો છે ત્યાં અમદાવાદમાં કમોસમી વરસાદ પડતા આખું વાતાવરણ બદલાઈ ગયું છે. કમોસમી વરસાદને લીધે લોકો ગભરાઈ ગયા છે અને સાથે જ વાયરસ ફેલાવવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. આગામી 27 માર્ચ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે.

અમદાવાદમાં સહિત અનેક શહેરોમાં બુધવારે માવઠું વરસ્યું છે. હળવા છાંટા પડવાથી વાતાવરણમાં ઉકળાટ વધી ગયો છે. બીજી બાજુ લૉકડાઉનને લીધે લોકો નપૅનિક બાઈંગ પણ કરી રહ્યાં છે. પરંતુ માવઠાને લીધે સૌથી વધુ ખેડૂતો ચિંતામા આવી ગયા છે અને રવિ પાક નિષ્ફળ જવાનો ભય તેમને સતાવી રહ્યો છે. માવઠાને લીધે શાકભાજી, અનાજ અને રોકડિયા પાકને નુકસાન થવાની સંભાવના છે.

ગુજરાત રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના મોટાભાગના જીલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે. તેમાં જુનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, ઉત્તરગુજરાત, આણંદ, ખેડા, સુરત, નવસારી, વલસાડ, તાપી સહિતના જીલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા આખા રાજ્યના વાતાવરણમાં પલટો થવાની શક્યતા પણ હવામાન વિભાગે વર્ણવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK