Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદઃ બે યુવતીઓએ આત્મહત્યા માટે નદીમાં ઝંપલાવ્યું

અમદાવાદઃ બે યુવતીઓએ આત્મહત્યા માટે નદીમાં ઝંપલાવ્યું

21 October, 2019 08:22 AM IST | અમદાવાદ

અમદાવાદઃ બે યુવતીઓએ આત્મહત્યા માટે નદીમાં ઝંપલાવ્યું

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


અમદાવાદમાં સાબરમતી નદીમાં પડવાને કારણે બે લોકોનાં મોત નીપજ્યાં છે. અમદાવાદના સુભાષ બ્રિજ ઉપરથી બે યુવતીઓએ આત્મહત્યા કરવા માટે સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. આ સમયે ત્યાં હાજર સિક્યૉરિટી ગાર્ડ યુવતીને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યો હતો. એટલું જ નહીં, પણ ત્યાં હાજર અન્ય એક યુવાન પણ યુવતીને બચાવવા નદીમાં કૂદ્યો હતો. આ ઘટનામાં એક યુવતી અને સિક્યૉરિટી ગાર્ડનું ડૂબી જવાને કારણે મોત નીપજ્યું છે. તો એક યુવતી અને યુવાનને બચાવી લેવાયા છે અને તેને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

આ પણ જુઓઃ આ છે દુનિયાના સૌથી મોંઘા હીરા, કિંમત જાણીને ભલભલાના છૂટી જશે પસીના



સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરનાર યુવતી પાસેથી આધારકાર્ડ મળી આવ્યું હતું. જેના પરથી જાણકારી મળી છે કે યુવતી રાજસ્થાનના બાડમેરની રહેવાસી હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. યુવતીઓ કેમ આપઘાત કરવા માટે આવી હતી તે અંગેનાં કારણો જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2019 08:22 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK