Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ: સિવિલ હૉસ્પિટલમાં તમાકુ ખાનારાને થશે દંડ

અમદાવાદ: સિવિલ હૉસ્પિટલમાં તમાકુ ખાનારાને થશે દંડ

03 June, 2019 07:58 AM IST | અમદાવાદ

અમદાવાદ: સિવિલ હૉસ્પિટલમાં તમાકુ ખાનારાને થશે દંડ

તમાકુ

તમાકુ


ગુજરાતનાં મહાનગરોમાં ચાલતા વાહને પાન કે તમાકુના મસાલા ખાઈને રસ્તા પર જ પિચકારી મારનારાઓ પર છેલ્લા કેટલાક દિવસોથી દંડ વસૂલવાની ઝુંબેશ ચાલી રહી છે, પરંતુ હવે અમદાવાદની સિવિલ હૉસ્પિટલ સંકુલમાં તમાકુ ખાવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સ્ટાફ, દર્દી કે દર્દીનાં સગાં સહિતની કોઈ પણ વ્યક્તિ તમાકુ ખાતાં પકડાશે તો તેને દંડ કરવામાં આવશે.

સિવિલ હૉસ્પિટલના અધીક્ષક ડૉ. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું કે ધ સિગારેટ ઍન્ડ અધર ટબૅકો પ્રોડક્ટ ઍક્ટનો અમલ પણ હવે સિવિલ કૅમ્પસમાં સખતાઈથી કરવામાં આવશે. હવે જ્યાં સિવિલ હૉસ્પિટલની અંદર કોઈ પણ વ્યક્તિ કે સ્ટાફ તમાકુની કોઈ પણ પ્રોડક્ટ સાથે પકડાશે અથવા ઉપયોગ કરતો પકડાશે તો તે દંડને પાત્ર ઠરશે.



જોકે એકત્ર કરેલા દંડની રકમ રોગી કલ્યાણ સમિતિમાં આપવામાં આવશે. વારંવાર નિયમનું ઉલ્લંઘન કરનારને ગાંધીચીંધ્યા માર્ગે દિવસભર દરદીની સેવા કરવાનો દંડ કરવામાં આવશે. સ્ટાફ દ્વારા જો નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. દરમ્યાન સિવિલ હૉસ્પિટલ કૅમ્પસની યુ. એન. મહેતા, આઇકેડીઆરસી ડેન્ટલ સહિત તમામ સંસ્થાઓ સાથે બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પણ તમાકુ નિષેધ માટે સંકુલમાં લોકજાગરણ માટે રૅલી યોજાઈ હતી.


આ પણ વાંચો : અમદાવાદ-ગાંધીનગરમાં 45, તો વડોદરા-રાજકોટમાં પારો 44 ડિગ્રીએ

સિગારેટ-તમાકુના મસાલાથી સૌથી વધુ કૅન્સરનો ભોગ બને છે સૌરાષ્ટ્ર


પાન, માવા અને સિગારેટથી કૅન્સરના રોગનું પ્રમાણ સમગ્ર ભારતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યું હતું. દર વર્ષે સૌરાષ્ટ્રમાં અંદાજિત ૬૦૦૦થી વધુ લોકો કૅન્સરની સારવાર લે છે જેમાંથી ૩૦ ટકા દરદીઓને મોઢાનું કૅન્સર હોય છે જેમાં મહિલાઓનો પણ સમાવેશ છે. આ કૅન્સર પાછળ પાન, માવા અને સિગારેટ જવાબદાર હોય છે. આમ સમગ્ર ભારતમાં સૌરાષ્ટ્રમાં કૅન્સરનું પ્રમાણ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી તમાકુનું સેવન વધી રહ્યું છે જેને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કૅન્સરના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટની કૅન્સર હૉસ્પિટલમાં દર વર્ષે પાંચ હજારથી વધુ દરદીઓ સારવાર અર્થે આવે છે, જેમાંથી ૩૦ ટકાથી વધુ દરદીઓને જડબા, જીભ અને ગળાનાં કૅન્સર હોવાનું સામે આવ્યું હતું. મોઢું અને ગળાનાં કૅન્સર વધુ થવાનું કારણ તમાકુ, બીડી, સિગારેટ છે.

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2019 07:58 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK