અમદાવાદઃ No Parkingમાં રહેલી પોલીસની બાઈક ટૉ ન કરવામાં આવતા પબ્લિકે લીધો ઉધડો

અમદાવાદ | Oct 10, 2019, 15:42 IST

અમદાવાદમાં નો પાર્કિંગમાં રહેલી પોલીસની બાઈક ટૉ ન કરવામાં આવતા ત્યાં હાજર લોકોએ પોલીસકર્મીઓનો ઉધડો લઈ લીધો. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

જ્યારે લોકોએ લીધો ટ્રાફિક પોલીસનો ઉધડો...
જ્યારે લોકોએ લીધો ટ્રાફિક પોલીસનો ઉધડો...

દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદ દંડની રકમમાં વધારો થયો છે. લોકોની સલામતિ માટે અને તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે. જો નિયમોનું પાલન ન કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ મેમો ફાડવાથી ચુકતા નથી. પણ જો કાયદાનું પાલન કરાવનારા જ કાયદો તોડે તો? તેમને સજા થવી જોઈએ કે કેમ? આ સવાલ અમદાવાદની એક ઘટના પરથી ઉઠ્યો છે.

બન્યું એવું કે અમદાવાદ ટ્રાફિક પોલીસનો સ્ટાફ નીકળ્યો હતો No Parkingમાં ઉભી રહેલી ગાડીઓને ટૉ કરવા માટે. ત્યારે ત્યાં હાજર લોકોનું ધ્યાન પડ્યું કે પોલીસની બાઈક પણ ત્યાં જ પાર્ક કરેલી છે. તો લોકોએ કહ્યું કે નિયમો બધા માટે સરખા હોવા જોઈએ, તો તમારે પોલીસની ગાડીઓ પણ ઉઠાવવી જોઈએ. પોલીસે તેમની વાત પર ધ્યાન ન આપતા અને ત્યાંથી ચાલ્યા જવાનો પ્રયાસ કરતા લોકોનો રોષ ફૂટી નીકળ્યો.


લોકોએ માંગ કરી કે જેવી રીતે અમારો મેમો ફાડવામાં આવા છે, અમારી પાસેથી 500 રૂપિયા ઉઘરાવો છો તો પોલીસની પાસેથી પણ પૈસા લેવા જોઈએ. તેમણે પણ મેમો મળવો જોઈએ અને દંડ થવો જોઈએ. લોકોએ સ્થળ પર જ અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો અને નિયમોનું પાલન કરાવવાની માંગ કરી હતી.

આ પણ વાંચોઃ આવા 'ગરબાઘેલા' છે આપણા સેલેબ્સ, નથી ચૂકતા ગરબે રમવાનો એક પણ મોકો

ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઘટના ક્યા વિસ્તારની છે તેની જાણકારી નથી મળી પરંતુ લોકોમાં વ્યવસ્થાને લઈને જે રોષ છે તે વીડિયોમાં સાફ સાફ જોવા મળી રહ્યો છે. એક તરફ નિયમોનું પાલન કરાવવા માટે ચલણની રકમમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ બીજી તરફ આવી ઘટનાઓ સામે આવતા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK