અમદાવાદઃ તાપમાન વધતા વધી વીજળીની માંગ

અમદાવાદ | Jun 09, 2019, 09:35 IST

અમદાવાદમાં જેમ જેમ તાપમાન વધી રહ્યું છે તેમ તેમ વીજળીની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે.

અમદાવાદઃ તાપમાન વધતા વધી વીજળીની માંગ
તાપમાન વધતા વધી વીજળીની માંગ(પ્રતિકાત્મક તસવીર)

વધતી જતી ગરમીની સાથે AC, કૂલર્સ અને પંખાના વપરાશમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં તાપમાન વધતા વીજળીનો વપરાશ પણ વધી રહ્યો છે. ગરમીમાં રાજ્યમાં વીજળીનો વપરાશ 18,000 મેગાવોટ થયો છે. જ્યારે છેલ્લા કેટલાક દિવસમાં તે 18, 307 પર પણ પહોંચ્યો છે. જે 2019નો અત્યાર સુધીનો સૌથી વધુ વપરાશ છે.

સરકારી અધિકારીનો કહેવા અનુસાર, "શુક્રવારે ઘરેલુ વપરાશમાં વધારો થવાના કારણે વીજળીની માંગણીમાં વધારો થયો છે. વધતા જતા તાપમાનના કારણે ઘરેલુ વીજળીના વપરાશમાં વધારો થયો છે."

જૂન 7ના દિવસે અમદાવાદમાં 44.2 ડિગ્રી તાપમાન હતું. જે સામાન્ય કરતા 3 ડિગ્રી વધારે હતું. શનિવારે પણ 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

વધતી જતી ગરમી વચ્ચે, વીજળીની માંગ 18, 000 મેગાવોટથી વધી રહી છે. જેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં વીજળીનો વપરાશ 18, 238 મેગાવોટ, 18, 305 મેગાવોટ અને 18, 164 મેગાવોટ રહ્યો છે. ગેટ્કોના આંકડાઓ પ્રમાણે ગયા વર્ષે મે મહિનામાં સૌથી વધુ ડિમાન્ડ 18, 088 મેગાવોટ રહી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK