અલ્પેશ ઠાકોરના ઘરે વાસ્તુમાં ભાજપના નેતાઓએ આપી હાજરી!

Published: May 08, 2019, 12:02 IST | અમદાવાદ

OBC નેતા અલ્પેશ ઠાકોરના ઘરે વાસ્તુ પૂજનમાં ભાજપના નેતાઓની હાજરી જોવા મળી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ જાડેજા આ પ્રસંગે હાજર રહ્યા.

અલ્પેશ ઠાકોરના ઘરે વાસ્તુમાં ભાજપના નેતાઓએ આપી હાજરી!
અલ્પેશ ઠાકોરના ઘરે વાસ્તુમાં ભાજપના નેતાઓએ આપી હાજરી!

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હવે ખુલીને ભાજપ સાથે ઉભા રહેતા નજર આવી રહ્યા છે. અમદાવાદમાં તેમના ઘરના વાસ્તુ પૂજનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને એક મંત્રીની હાજરી તેમની ભવિષ્યની રાજનીતિ તરફ ઈશારો કરે છે.

OBC એકતા મંચ અને ઠાકોર સેનાના સંસ્થાપકના રૂપમાં અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણી વખતે નશામુક્તિને લઈને જોરદાર અભિયાન ચલાવ્યું હતું, બાદમાં તેઓ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. છેલ્લા એક વર્ષથી અલ્પેશને કોંગ્રેસના નેતાઓ સાથે નહોતું બની રહ્યું અને તેના કારણે લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું.

મંગળવારે અમદાવાદમાં તેમના ઘરે આયોજિત પૂજામાં જીતુ વાઘાણી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીએ તમામ લોકોને ચોંકાવી દીધા હતા.

આ પણ વાંચોઃ અલ્પેશનું ધારાસભ્યપદ છીનવવા કૉંગ્રેસે 7 વકીલોની ટીમ દ્વારા ડ્રાફ્ટ તૈયાર કર્યો

કોંગ્રેસ હાલ અલ્પેશ ઠાકોરની ધારાસભ્ય તરીકેની સભ્યતા રદ્દ કરાવવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. અલ્પેશ હવે ઈચ્છે છે કે ભાજપ અને સરકાર સહયોગ કરે, જેથી તેની સભ્યતા ટકી રહે. આ મામલે વિધાનસભા અધ્યક્ષનું કહેવું છે કે તેઓ કોંગ્રેસ ફરિયાદ કરશે ત્યારે બંને પક્ષોનું સાંભળશે અને કાયદા પ્રમાણે નિર્ણય લેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK