Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > 'અસલામત' અમદાવાદ! પોલીસ સ્ટેશનની નજીક જ બાળકીની છેડતી

'અસલામત' અમદાવાદ! પોલીસ સ્ટેશનની નજીક જ બાળકીની છેડતી

06 May, 2019 01:01 PM IST | અમદાવાદ

'અસલામત' અમદાવાદ! પોલીસ સ્ટેશનની નજીક જ બાળકીની છેડતી

અમદાવાદમાં પોલીસ સ્ટેશન નજીક તરૂણીની છેડતી

અમદાવાદમાં પોલીસ સ્ટેશન નજીક તરૂણીની છેડતી


અમદાવાદના નવરંગપુરા ગામમાં DCP ઝોન-1ની ઑફિસ અને નવરંગપુરા પોલીસ સ્ટેશન પાસે બાળકીની છેડતી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બાળકીની માતાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે.

બાળકીની માતાએ કરેલી ફરિયાદ પ્રમાણે શનિવારે વહેલી સવારે તેમણે તેની દીકરીનો રડવાનો અવાજ અને ચીસો સાંભળી. જે સાંભળીને તેઓ ઉઠ્યા ત્યારે તેમણે જોયું કે એક માણસ તેની દીકરીને પરેશાન કરી રહ્યો હતો. આ માણે 35 વર્ષની આસપાસનો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. માતાએ કરેલી ફરિયાદ પ્રમાણે તે પોતાના પતિને ઉઠાડે તે પહેલા જીન્સ અને ટી-શર્ટ પહેરેલ એ વ્યક્તિ અંધારાનો લાભ લઈને ત્યાંથી ભાગી ગયો.

આ પણ વાંચ્યોઃ ગુજરાત કોંગ્રેસમાં અંદરો અંદર ડખો, ચૂંટણી પ્રચારના 70 લાખ વણવપરાયેલા રહ્યા



મહિલાએ ફરિયાદમાં એવું પણ કહ્યું છે કે, છેડતી કરનાર વ્યક્તિ તેનું વાહન લઈને આવ્યો હતો પરંતુ ભાગવાની ઉતાવળમાં તે પોતાનું વાહન લઈ જતા ભૂલી ગયો. મહિલાએ તેના વાહનનો કબજો લઈ લીધો. અને ફરિયાદ નોંધાવી છે. નવરંગપુરા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે POCSO હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2019 01:01 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK