બદલાઈ રહ્યું છે અમદાવાદ, ઘટી ટ્રાફિકની સમસ્યા

Published: May 17, 2019, 11:47 IST | અમદાવાદ

બદલાઈ રહી છે અમદાવાદની આદતો. પોલીસ અને જનતાના સહકારની શહેરની ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે.

બદલાઈ રહ્યું છે અમદાવાદ
બદલાઈ રહ્યું છે અમદાવાદ

અમદાવાદ પોલીસે શરૂ કરેલી ડ્રાઈવ અને તેમને મળી રહેલા જનતાના સહયોગના કારણે શહેરની સૌથી મોટી સમસ્યામાં રાહત મળી રહી છે. અમદાવાદમાં ટ્રાફિકની ખૂબ જ સમસ્યા છે. જેમાં હવે ધીમ-ધીમે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. જે પ્રમાણે કાયદાનું પાલન, ટ્રાફિકના નિયમોનું પાલન અને ડ્રાઈવ AMC અને અમદાવાદના લોકોના સતત ટેકાના કારણે ટ્રાફિક કંટ્રોલ રૂમને મળતા ટ્રાફિક જામના મેસેજ સરેરાશ 720 થી ઘટીને 364 થઈ ગયા છે.


મહત્વનું છે કે અમદાવાદ પોલીસ, ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને અમદાવાદની આદતો બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે પ્રયાસો રંગ લાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસે ફરી શરૂ કરી ટ્રાફિક ડ્રાઈવ, કહ્યું- આદત બદલો અમદાવાદ બદલશે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK