અમદાવાદઃ પત્નીની સપાટ નાક હોવાથી પતિએ અપશુકનિયાળ કરી ઘરમાંથી કાઢી મુકી

Published: Sep 25, 2019, 19:52 IST | અમદાવાદ

અમદાવાદમાં એક પત્નીએ પતિ સામે ઘરેલૂ હિંસના મામલો દાખલ કરાવ્યો છે. પત્નીએ ફરિયાદ કરી છે કે તેનું નાક સપાટ હોવાના કારણે તેને અપશુકનિયાળ ગણાવી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં સોમવારે 37 વર્ષિય મહિલાએ પોતાના પતિ અને સાસરિયાઓ સામે ઘરેલુ હિંસાનો મામલો દાખલ કરાવ્યો છે. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિ અને સાસરિયા તેના સપાટ નાકથી ખુશ નહોતા અને કોસ્મેટિક સર્જરી માટે દબાણ કરી રહ્યા હતા. એટલું જ નહીં, પતિ અને સાસરીયો તેને અપશુકનિયાળ બોલાવતા હતા.

મહિલાએ પોતાની એફઆઈઆરમાં આરોપ લગાવ્યો કે તેના સાસરિયા અને પતિ તેને અપશુકનિયાળ બતાવતા હતા. એટલું જ નહીં, તેઓ મહિલાને તેમની પહેલી દીકરીના મોત માટે જવાબદાર ગણાવતા હતા. મહિલાની દીકરીનું પાટણમાં આવેલા તળાવમાં ડૂબીને મોત થયું હતું.  પોતાની એફઆઈઆરમાં મહિલાએ કહ્યું હતું કે વર્ષ 2006માં પોતાના પરિવારની મરજી અનુસાર આ લગ્ન કર્યા હતા.

પત્નીને ફરી એકવાર ઘરમાંથી કાઢી મુકી
મહિલાએ કહ્યું કે, તેઓ મને તાણા મારતા હતા અને કહેતા હતા કે હું ખરાબ દેખાવ છું. મારા પતિએ મને કોસ્મેટિક સર્જરી કરાવવા માટે કહ્યું હતું. પતિએ કહ્યું હતું કે મારું નાક સપાટ છે અને હું સારી નથી દેખાતી. મે જ્યારે જ્યારે તેનો વિરોધ કર્યો ત્યારે તેમણે મને માર માર્યો. પીડિતાએ કહ્યું કે તેનો પતિ પરિવારની અન્ય મહિલા સભ્યો સાથે તેના નાકની તુલના કરીને હેરાન કરતો હતો.

આ પણ જુઓઃ આવી રીતે શૂટ થયું પાર્થ ભરત ઠક્કરનું 'ટીચકી', જુઓ તસવીરો

મહિલાએ વર્ષ 2008માં પોતાના પતિનું ઘર છોડી દીધું હતું અને પાટણમાં ઘરેલુ હિંસાનો એક કેસ દાખલ કર્યો હતો. જો કે પરિવારના સભ્યોના હસ્તક્ષેપ બાદ મહિલાએ કેસ પાછો લઈ લીધો હતો. મહિલાને બાદમાં બે દીકરા થયા અને તે સાસરે રહેવા લાગી. ગત 10 એપ્રિલે મહિલાના પતિએ તેને ઘરની બહાર કાઢી મુકી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK