અમદાવાદ : 445 પક્ષીઓ અને 186 નાગરિકો પતંગની દોરીથી થયાં ઇન્જર્ડ

Published: Jan 15, 2020, 11:14 IST | Ahmedabad

108 ઍમ્બ્યુલન્સ દ્વારા અપાઈ તાત્કાલિક સારવાર

108 ઍમ્બ્યુલન્સ દ્વારા પક્ષીઓને અપાઈ રહેલી સારવાર.
108 ઍમ્બ્યુલન્સ દ્વારા પક્ષીઓને અપાઈ રહેલી સારવાર.

અમદાવાદ – ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ગઈ કાલે આનંદ ઉલ્લાસ સાથે ઊજવાયો હતો પરંતુ બીજી તરફ અબોલ પક્ષીઓ માટે એ દર્દજનક બની રહ્યો હતો. ગુજરાતમાં ગઈ કાલે ૪૪૫ જેટલાં પક્ષીઓ પતંગની દોરીથી ઇન્જર્ડ થયાં હતાં જ્યારે ૧૮૬ નાગરિકો પતંગની દોરીથી ઘાયલ થયા હતા. ૧૦૮ ઇમર્જન્સી ઍમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા પક્ષીઓ અને નાગરિકોને તાત્કાલિક સારવાર આપી બચાવી લેવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીની સાથે ઊંધિયા અને જલેબીની જયાફત ઊડી

ઉત્તરાયણના તહેવારમાં આકાશમાં ચારેકોર પતંગ ચગતી હોવાના કારણે પક્ષીઓ માટે એ જોખમકારક બની રહે છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ૧૦૮ ઇમર્જન્સી ઍમ્બ્યુલન્સને સાંજે સાત વાગ્યા સુધીમાં ૨૯૩૭ કૉલ્સ મળ્યા હતા જેમાંથી ૧૮૬ કેસો પતંગની દોરીથી ઘાયલ થયેલા નાગરિકોના હતા. પતંગની દોરીથી ગળાના ભાગે, હાથમાં કે શરીરના અન્ય ભાગે ઈજા થઈ હોય તેવા નાગરિકોને ૧૦૮ ઍમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે પતંગની દોરીના કારણે ૪૪૫ પક્ષીઓની પાંખોમાં, પગમાં, ચાંચ પર કે શરીર પર ઈજા થઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK