Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ: ઘોર કળિયુગ, દીકરીએ માતાને બંધક બનાવી માર માર્યો

અમદાવાદ: ઘોર કળિયુગ, દીકરીએ માતાને બંધક બનાવી માર માર્યો

25 January, 2020 11:55 AM IST | Ahmedabad

અમદાવાદ: ઘોર કળિયુગ, દીકરીએ માતાને બંધક બનાવી માર માર્યો

અમદાવાદ: ઘોર કળિયુગ, દીકરીએ માતાને બંધક બનાવી માર માર્યો


અમદાવાદ શહેરના શાહીબાગ પાસેના અપાર્ટમેન્ટમાં એક દીકરી દ્વારા પોતાની માતાને બંધક બનાવી માર મારવાની ઘટના સામે આવી છે. આ અંગે તેના ઑસ્ટ્રેલિયામાં રહેતા દીકરાને ચિંતા થવા લાગી અને અમદાવાદ પોલીસ પાસે મદદ માગી હતી. પોલીસ કન્ટ્રોલ રૂમમાં વિદેશથી આવેલા ફોન અંગે ગણતરીની મિનિટમાં માધુપુરા પોલીસને જાણ કરવામાં આવી અને માધુપુરા પોલીસ-સ્ટેશનની શી ટીમ અને ડી સ્ટાફના પોલીસોએ સમયસૂચકતા દાખવી ઘટનાસ્થળે પહોંચી વૃદ્ધાનો જીવ બચાવી લીધો હતો.

આ મામલે પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી માહિતી મળ્યા બાદ માધુપુરા પોલીસ-સ્ટેશનના ડી સ્ટાફ પીએસઆઇ અરવિંદ ચાવડાની સાથે શી ટીમમાં ફરજ બજાવતી મહિલા પોલીસો પુષ્પાબહેન, અંજુબહેન, નીરુબહેન, પાયલબહેન સહિતનો સ્ટાફ આ વૃ‌દ્ધાને બચાવવા માટે તાત્કાલિક દોડી ગયો હતો. પોલીસની ટીમ જ્યારે બંધક બનાવેલી વૃદ્ધાને બચાવવા પહોંચી ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. આથી મહિલા પોલીસની ટીમે દરવાજો ખખડાવીને અંદરથી દરવાજો ખોલવા માટે જણાવ્યું હતું, પરંતુ પોલીસ હોવાની જાણ થતાં અંદર રહેલી યુવતીએ પોલીસને ધમકી આપી કે જો તમે અંદર આવશો તો તે વૃદ્ધાને ચાકુથી મારી નાખશે.



યુવતીની આ ધમકીને કારણે પોલીસે ખાસ યુક્તિ અજમાવવાની ફરજ પડી હતી. એથી આ યુવતીને અન્ય મહિલા પોલીસે તેની સાથે વાતોમાં વ્યસ્ત કરી દીધી હતી. બીજી તરફ પોલીસ-સ્ટેશનનો ડી સ્ટાફ ફાયર-બ્રિગેડને જાણ કરીને અપાર્ટમેન્ટના પાછળના દરવાજા પર ફાયર-બ્રિગેડની સીડી મૂકીને પહોંચ્યો હતો. ત્યાર બાદ પોલીસની ટીમે અંદર પહોંચી યુવતીને ઝડપી લીધી હતી, જ્યારે પોલીસે બંધક બનાવેલી વૃદ્ધાને બચાવી લીધી હતી.


આ પણ વાંચો : સુરતનો કાપડ ઉદ્યોગ રાજસ્થાન શિફ્ટ થશે ખરો?

આ વૃદ્ધાનું વજન ખૂબ વધુ હોવાથી તેઓ સ્વબચાવ કરી શકે તેમ નહોતાં. આખરે પોલીસે આ મામલે તપાસ કરતાં યુવતીની માનસિક સ્થિતિ સારી ન હોવાની જાણ થઈ હતી, જેને કારણે યુવતીને તાત્કાલિક માનસિક રોગની સારવાર માટે મોકલી આપી હતી અને વૃદ્ધાને તેના અન્ય એક સ્વજનને ત્યાં મોકલી દીધાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2020 11:55 AM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK