Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મોટેરા સ્ટેડિયમમાં બૉલીવુડ અને ઢોલીવુડના ગાયક કલાકારો પર્ફોર્મ કરશે

મોટેરા સ્ટેડિયમમાં બૉલીવુડ અને ઢોલીવુડના ગાયક કલાકારો પર્ફોર્મ કરશે

18 February, 2020 11:58 AM IST | Ahmedabad

મોટેરા સ્ટેડિયમમાં બૉલીવુડ અને ઢોલીવુડના ગાયક કલાકારો પર્ફોર્મ કરશે

મોટેરા સ્ટેડિયમ

મોટેરા સ્ટેડિયમ


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદ આવીને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે. અમદાવાદ ઍરપોર્ટ પર મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવશે. ટ્રમ્પના ભારત પ્રવાસ માટેની સુરક્ષા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. બીજી તરફ મોટેરા સ્ટેડિયમમાં બૉલીવુડના નામાંકિત કલાકારો એ. આર. રહમાન, શાન અને સોનુ નિગમ, કીર્તિદાન, પાર્થિવ ગોહિલને આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે આ કલાકોરો જ સ્ટેજ-પર્ફોર્મન્સ આપી શકે છે.

આ પણ વાંચો : અમદાવાદ: સ્ટેડિયમમાં ટ્રમ્પ-મેલાનિયા માટે સ્પેશ્યલ રૂમ



મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ના કાર્યક્રમમાં બૉલીવુડના જાણીતા ગાયક કલાકાર એ. આર. રહમાન, સોનુ નિગમ અને શાન આવવાના છે. આ સિવાય ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી, સચિન તેન્ડુલકર, પાર્થિવ પટેલ, જસપ્રીત બુમરાહને પણ આમંત્રણ અપાયું છે. આ ઉપરાંત ગુજરાતના મોટા ગાયકો કીર્તિદાન ગઢવી, પાર્થિવ ગોહિલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2020 11:58 AM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK