અમદાવાદમાં ભાજપના મહિલા કાઉન્સિલરને યુવકે જાહેરમાં માર્યો માર

Published: Sep 14, 2019, 13:19 IST | અમદાવાદ

અમદાવાદમાં ભાજપના મહિલા કાઉન્સિલરને યુવકે જાહેરમાં માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. પીડિતાને હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

શહેરના અસારવા વૉર્ડમાં યુવકે ભાજપની મહિલા કાઉન્સિલરને માર માર્યો. જે બાદ તેમને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. સ્થાનિક લોકોના અનુસાર વૉર્ડમાં પ્રાથમિક સુવિધાઓના કામ સમયસર ન થવાના કારણે આ ઘટના બની છે.

ભાજપના મહિલા કાઉન્સિલર સુમન રાજપૂત અહીં રામજી મંદિરની પાછળ નાનચંદ માવજીની ચાલમાં રહે છે. તેઓ અસારવા વોર્ડમાં રાઉન્ડમાં હતા, એ સમયે આંબાવાડી જોગણી માતાના મંદિરની પાછળ સ્થિત તાડવાલી ચાલીમાં ગયા હતા. જ્યાં છેલ્લા ચાર દિવસોથી પથ્થર બેસાડવાનું કામ ચાલી રહ્યું છે.

આ દરમિયાન ત્યાંના સ્થાનિક ભોલૂ કિશન પટણી ત્યાં આવ્યો, અને કાંઈ કહ્યા વગર જ મહિલા કાઉન્સિલરને ખેંચીને એક્ટિવા પરથી નીચે પછાડ્યા અને માર મારવા લાગ્યો. જોત જોતામાં લોકોએ એકત્ર થઈને તેને યુવકના પંજામાંથી છોડાવ્યા. તેમને લોહીલુહાણ હાલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા.

આ પણ જુઓઃ જ્યારે ઓજસ રાવલે ટોરેન્ટોની ધરતી સજીવન કર્યા ગાંધીજીને....

જાણકારી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને યુવકની ધરપકડ કરી. પોલીસનું માનવું છે કે કોઈ કારણ વિના થયેલા આ હુમલામાં, હુમલો કરનાર માનસિક રીતે બીમાર છે. જે આધાર પર તેને પણ તપાસ માટે સિવિલ હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK