Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદઃ સોફ્ટવેરનો ઉપયોગ કરી ગેરકાયદે ટિકિટ બુક કરતા એજન્ટ ઝડપાયા

અમદાવાદઃ સોફ્ટવેરનો ઉપયોગ કરી ગેરકાયદે ટિકિટ બુક કરતા એજન્ટ ઝડપાયા

25 June, 2019 11:12 AM IST | અમદાવાદ

અમદાવાદઃ સોફ્ટવેરનો ઉપયોગ કરી ગેરકાયદે ટિકિટ બુક કરતા એજન્ટ ઝડપાયા

લેભાગુ એજન્ટોથી સાવધાન

લેભાગુ એજન્ટોથી સાવધાન


RPFએ અમદાવાદમાં દરોડા પાડીને 1 લાક 43 હજારની કિંમતની 68 ઈ-ટિકિટ ઝડપી પાડી છે. જેણે રેલવેની સિક્યોરિટી સિસ્ટમ પર સવાલ ઉભા કર્યા છે. શનિવારે રેલ સુરક્ષા દળના અધિકારીઓએ શાહીબાગમાં એક ટ્રાવેલ ફર્મમાં દરોડા પાડ્યા અને મોટા પ્રમાણમાં ઈ-ટિકિટ ઝડપી પાડી. આ ઈ-ટિકિટ એજન્ટના આઈડીના બદલે પર્સનલ આઈડીમાંથી બુક કરાવવામાં આવી હતી. IRCTCની સુરક્ષા માટે જે પ્રક્રિયા હોય છે તેને બાયપાસ કરવા માટે એક ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

RPFના અધિકારીઓને ખબર પડી હતી કે, તત્કાલ ટિકિટ શંકાજનક આઈડીનો ઉપયોગ કરીને બુક કરવામાં આવી હતી. અને તે એવા સોફ્ટવેરનો ઉપયોગ કરીને બુક કરવામાં આવી હતી જે રેલવેની સિક્યોરિટીને બાયપાસ કરી શકે છે. આ એજન્ટો આ સોફ્ટવેરનો ઉપયોગ તત્કાલ ટિકિટને પ્રીમિયમ તરીકે વેચવા માટે ઉપયોગ કરતા હતા.

RPFના તપાસનીશ અધિકારી ગ્રેસિયસ ફર્નાન્ડિઝે કહ્યું કે આ કેસમાં મોડસ ઓપરેન્ડી એવી હતી કે, એજન્ટો, સોફ્ટવેરનો વપરાશ કરીને 10 વાગ્યા પહેલા જ મુસાફરોની ડિટેઈલ ભરતા હતા. 10 વાગ્યા બાદ જ્યારે બુકિંગ શરૂ થાય ત્યારે સોફ્ટવેર કેપ્ચા,પાસવર્ડ જેવી વિગતો સોફ્ટવેરની મદદથી બાયપાસ કરતા હતા. આ સોફ્ટવેરથી એક સમયે 20 ટિકિટ બુક થઈ શકે છે.

એક સામાન્ય યુઝરને 20 ટિકિટ બુક કરવા માટે 30 મિનિટ લાગે અને તે એક સમયે પાંચથી વધારે ટિકિટ બુક ન કરી શકે. પરંતુ અહીં આ એજન્ટો એક મિનિટ કરતા ઓછા સમયમાં 20થી વધારે ટિકિટ્સ બુક કરતા હતા અને તે પણ કન્મફર્મ.

આ પણ વાંચોઃ IRCTC આપી રહી છે સસ્તામાં દુબઈ ફરવાની તક, જાણો વિગતો



શનિવારે જ્યારે RPFએ શાહીબાગના ટિકિટ એજન્ટને ત્યા દરોડા પાડ્યા ત્યારે સામે આવ્યું કે તેની પાસે IRCTC પર એક કરતા વધારે પર્સનલ ID હતા. તે પર્સનલ આઈડીનો ઉપયોગ કરીને તત્કાલ ટિકિટ બુક કરતા હતા. પરંતુ એજન્ટ તરીકે તેણે તેના એજન્ટના આઈડીનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય રીતે એજન્ટના આઈડીનો ઉપયોગ સામાન્ય લોકો પછી 30 મિનિટે જ કરી શકાય છે અને ત્યાં સુધીમાં તત્કાલ ક્વોટા મોટાભાગે પૂર્ણ થઈ ગયો હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2019 11:12 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK