માસ્ક-સૅનિટાઇઝરનાં કાળાબજાર સામે કાર્યવાહી, 73 મેડિકલ સ્ટોર બંધ

Published: Mar 21, 2020, 10:33 IST | Agencies | Ahmedabad

કોરોના વાઇરસે ગુજરાતમાં પણ પગપેસારો કર્યો છે. ત્યારે કોરોના વાઇરસના સંક્રમણથી બચવા લોકો માસ્ક અને સૅનેટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે.

માસ્ક અને સેનિટાઈઝર
માસ્ક અને સેનિટાઈઝર

કોરોના વાઇરસે ગુજરાતમાં પણ પગપેસારો કર્યો છે. ત્યારે કોરોના વાઇરસના સંક્રમણથી બચવા લોકો માસ્ક અને સૅનેટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે. એનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમ જ મેડિકલ સ્ટોર્સ કાળા બજાર કરતાં હોવાની ફરિયાદોના પગલે ૭૩ મેડિકલ સ્ટોર બંધ કરાયા છે.

ઔષધ નિયમન તંત્રની ૨૫ ટીમોએ મોટાં શહેરોની ૩૫૫ દુકાનોમાં તપાસ કરી છે અને ૭૩ મેડિકલ સ્ટોર્સ તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે. બંધ કરાયેલા મેડિકલ સ્ટોરમાં અમદાવાદમાં ૩૦, સુરતમાં ૧૮, રાજકોટમાં ૧૫ અને વડોદરામાં ૧૦ દુકાનોમાં કાળા બજાર ધ્યાનમાં આવ્યા છે. સાથે જ ચેકિંગ દરમિયાન બનાવટી હૅન્ડ-સૅનેટાઇઝરનો જથ્થો જપ્ત કર્યો છે અને ચકાસણી માટે મોકલાયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK