Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતની તમામ 26 બેઠકો પર આજે મતદાન થશે

ગુજરાતની તમામ 26 બેઠકો પર આજે મતદાન થશે

23 April, 2019 08:04 AM IST | અમદાવાદ

ગુજરાતની તમામ 26 બેઠકો પર આજે મતદાન થશે

મતદાન

મતદાન


૨૬ બેઠકો માટે ૩૭૧ અને વિધાનસભાની ચાર બેઠકો માટે ૪૫ ઉમેદવારો ચૂંટણીમેદાનમાં, રાજ્યમાં કુલ ૪ કરોડ ૫૧ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે : આજે ગુજરાતમાં દેશના દિગ્ગજ નેતાઓ મતદાન કરવા માટે આવશે જેમાં મોદી, શાહ, જેટલી, અડવાણી, આનંદીબહેન પટેલનો સમાવેશ છે.

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠકો અને ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે સવારે ૭થી સાંજના ૬ કલાક સુધી મતદાન યોજાશે. ચૂંટણીપંચે મતદાન અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. રાજ્યનાં તમામ ૫૧,૮૫૧ મતદાનમથકો પર ઈવીએમ વીવીપેટ સહિત મતદાનને લગતી ૧૨૫ જેટલી સામગ્રીઓ પહોંચાડી દેવામાં આવી છે.



લોકસભાની કુલ ૨૬ બેઠક માટે કુલ ૩૭૧ ઉમેદવારો અને વિધાનસભાની પેટાચૂંટણીની ચાર બેઠકો માટે ૪૫ ઉમેદવારો ચૂંટણીમેદાનમાં છે. લોકસભા બેઠકમાં સૌથી વધુ ઉમેદવારો ૩૧ સુરેન્દ્રનગર બેઠક અને સૌથી ઓછા ૬ ખેડા બેઠક પરથી લડી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યાંથી લડી રહ્યા છે એ ગાંધીનગર બેઠક પર ૧૭ ઉમેદવાર છે. રાજ્યમાં કુલ ૪,૫૧,૨૫,૬૮૦ મતદારો નોંધાયા છે જે પૈકી પુરુષ મતદારોની સંખ્યા ૨,૩૪,૨૮,૧૧૯ છે, જયારે સ્ત્રી મતદારોની સંખ્યા ૨,૧૬,૯૬,૫૧૭, ટ્રાન્સજેન્ડર ૯૯૦ મતદાર છે. ૧,૧૦,૮૮,૫૫૫ યુવા મતદારો છે જેઓ પહેલી વાર મતદાન કરી રહ્યા છે.


ઊંઝા, ધ્રાંગધા, જામનગર ગ્રામ્ય અને માણાવદરની વિધાનસભા બેઠક પર આવતી કાલે મતદાન યોજાશે. રાજ્યમાં કુલ ૫૧,૭૦૯ મતદાનમથકો પર મતદાન થશે. ૩ લાખ કર્મચારી ચૂંટણીફરજ નિભાવે છે.

વડા પ્રધાન મોદી સવારે માતા હીરાબાના આશિષ લઈને રાણીપની નિશાન હાઈ સ્કૂલમાં મતદાન કરશે. ભાજપના રાષ્ટ્રીયઅધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ અંકુર ચાર રસ્તા પાસેની નારણપુરા સબ-ઝોનલ ઑફિસ, કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી એસજી હાઇવે પરની ચીમનભાઈ પટેલ ઇãન્સ્ટટuૂટ ઑફ મૅનેજમેન્ટ ઍન્ડ રિસર્ચ, દેશના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન એલ. કે. અડવાણી ખાનપુર અને રાજ્યના ભૂતપૂવર્‍ મુખ્ય પ્રધાન અને મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ શીલજ ગામ ખાતે મતદાન કરશે. રાજ્યભરનાં મતદાનકેન્દ્ર પર પોલીસે લોખંડી સુરક્ષા ગોઠવી દીધી છે.


મોદી માતાના આર્શીવાદ લીધા બાદ રાણીપમાં મતદાન કરશે

૨૩ એપ્રિલે સવારે માતા હીરાબાના આર્શીવાદ લઈ પીએમ મોદી ૭.૩૦ વાગ્યે નિશાન વિદ્યાલય રાણીપ ખાતે મતદાન કરશે. મતદાન બાદ પીએમ મોદી ઍરપોર્ટ જવા રવાના થશે અને તેઓ અમદાવાદથી સીધા ઓડિશા જવા રવાના થશે.

કુલ મતદાનમથકો : ૫૧,૮૫૧

મતદારો : ૫ કરોડ ૫૨ લાખ

પુરુષ : ૨,૩૪,૨૮,૧૧૯

મહિલા : ૨,૧૫,૯૬,૫૭૧

દિવ્યાંગ મતદારો : ૧,૬૮,૦૫૪

થર્ડ જેન્ડર : ૧૦૫૩

આ પણ વાંચો : લોકસભા 2019: ગુજરાતની આ બેઠકો પર છે સૌની નજર

આજે સમગ્ર ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે એ પહેલાં ગઈ કાલે મતદાન માટેની જાગૃતિ માટે અમદાવાદમાં અલગથી હેર-સ્ટાઇલ કરી રહેલી મહિલા.

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2019 08:04 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK