ગ્રીન કૉરિડોરથી દરદીનાં અંગો અમદાવાદ લઈ જવાયાં, ત્રણ જણની જિંદગી બચાવી

Published: Nov 03, 2019, 08:01 IST | વડોદરા

વડોદરા શહેર ટ્રાફિક પોલીસે મોડી રાત્રે ગ્રીન કૉરિડોર કરીને દરદીનાં ઓર્ગન(કિડની અને લીવર) ૧૨૯ કિલોમીટરનું અંતર ૮૫ મિનિટમાં કાપીને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં પહોંચતાં કર્યાં હતાં અને ત્રણ લોકોની જિંદગી બચાવી હતી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

વડોદરા શહેર ટ્રાફિક પોલીસે મોડી રાત્રે ગ્રીન કૉરિડોર કરીને દરદીનાં ઓર્ગન(કિડની અને લીવર) ૧૨૯ કિલોમીટરનું અંતર ૮૫ મિનિટમાં કાપીને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં પહોંચતાં કર્યાં હતાં અને ત્રણ લોકોની જિંદગી બચાવી હતી. કિડની અને લીવરનું દાન કરનાર વ્યક્તિને અકસ્માત થયો હતો. જેમનું માંજલપુરની ખાનગી હૉસ્પિટલમાં ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
એ.સી.પી. ટ્રાફિક અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી ગ્લોબલ હૉસ્પિટલમાં અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા મુકેશભાઈ શંકરભાઈ પટેલને સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ મુકેશભાઈ પટેલની કિડની અને લીવરનું દાન કરવાની ઇચ્છા હૉસ્પિટલના તબીબોને દર્શાવી હતી. આ ઓર્ગન નિર્ધારીત સમયમર્યાદામાં જરૂરિયાતમંદ દરદીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા જરૂરી હોવાથી ઓર્ગન અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં પહોંચાડવાનાં હતાં.

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

હૉસ્પિટલના ડૉ. ઉદયભાઈએ ઓર્ગન અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં પહોંચતા કરવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસની મદદ માગી હતી. એ.સી.પી. ટ્રાફિક અમિતા વાનાણીએ વધુમાં જણાવ્યું કે વડોદરા ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઓર્ગન અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં સમયસર પહોંચતા કરવા માટે ગ્રીન કૉરિડોરની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી અને અસિન્ટન્ટ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રાજુભાઈ ચુનીભાઈ અને હેડ-કોન્સ્ટેબલ પ્રફુલભાઈ નારાયણભાઈને પાયલોટિંગ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK