જન્માષ્ટમીના ફ્લોટ્સમાં તક્ષશિલા આર્કેડમાં જીવ ગુમાવનારાઓને અનોખી શ્રદ્ધાંજલિ

સુરત | Aug 25, 2019, 08:37 IST

૨૪ મેએ સુરતના બિલ્ડિંગમાં આગ લાગતાં બાવીસ સ્ટુડન્ટ્સના જીવ ગયા એ ઘટનાને કૃષ્ણ જન્મોત્સવના ફ્લોટ્સમાં દર્શાવીને રાજકોટના શક્તિ યુવા ગ્રુપે આગની ઘટના દરમ્યાન ધ્યાન રાખવા જેવી વાતો દર્શાવીને સમાજોયોગી કામ કર્યું.

જન્માષ્ટમીના ફ્લોટ્સમાં તક્ષશિલા આર્કેડમાં જીવ ગુમાવનારાઓને અનોખી શ્રદ્ધાંજલિ
તક્ષશિલા આર્કેડમાં જીવ ગુમાવનારાઓને અનોખી શ્રદ્ધાંજલિ

૨૪ મેએ સુરતના બિલ્ડિંગમાં આગ લાગતાં બાવીસ સ્ટુડન્ટ્સના જીવ ગયા એ ઘટનાને કૃષ્ણ જન્મોત્સવના ફ્લોટ્સમાં દર્શાવીને રાજકોટના શક્તિ યુવા ગ્રુપે આગની ઘટના દરમ્યાન ધ્યાન રાખવા જેવી વાતો દર્શાવીને સમાજોયોગી કામ કર્યું.

કૃષ્ણ જન્મોત્સવ દ્વારકા અને રાજકોટ રંગેચંગે ઊજવે છે. રાજકોટમાં તો આ દિવસોમાં શેરીએ અને ગલી-ગલીએ ફ્લોટ્સ પણ બને, જેમાં કૃષ્ણજીવનના અનેક પ્રસંગોના ફ્લોટ્સ બનાવીને લોકોનાં દર્શનાર્થે મૂકવામાં આવે છે. જોકે આ વખતે રાજકોટના સંત કબીર રોડ પર આવેલા શક્તિ યુવા ગ્રુપે કૃષ્ણજીવનના પ્રસંગોને બદલે સુરતના તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી એ ઘટનાને તાદૃશ્ય કરી છે. ૪૦૦ ફુટ થર્મોકોલની સીટ્સ અને ૪૮ રમકડાંની મદદથી તૈયાર કરવામાં આવેલા આ ફ્લોટ્સમાં આગ પણ દર્શાવવામાં આવી છે અને સ્મોક મશીન દ્વારા સળગતા એ બિલ્ડિંગમાંથી ધુમાડા નીકળતા પણ દેખાડાયા છે.

આ પણ વાંચો : ‘એલાવ, ધીમે શું હલાવો છો, ફાસ્ટ હલાવો’: વિજય રૂપાણી

ધ્યાન ખેંચે એવી વાત એ છે કે બે મહિનાની મહેનત પછી તૈયાર થયેલા આગના આ ફ્લોટ સાથે આગની ઘટના બને ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ એ વિશેની ઉપયોગી વાતો પણ અહીં દર્શાવવામાં આવી છે જેથી લોકો એ વાંચે અને ક્યારેક આવી દુર્ઘટના ઘટે તો એમાંથી ક્ષેમકુશળ રીતે બહાર આવવાનું કામ કરી શકે. સામાન્ય રીતે અત્યારના સમયે આ પ્રકારના સમાજોપયોગી ફ્લોટ્સ બનાવવાનું કોઈ વિચારતું નથી, પણ શક્તિ યુવા ગ્રુપે આ કામ કરીને ખરેખર તહેવારને એક નવી રોનક આપી દીધી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK