Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં બેફામ ડમ્પરે ચારથી વધુ બાઇકરોને અડફેટે લીધા, ત્રણનાં મોત

અમદાવાદમાં બેફામ ડમ્પરે ચારથી વધુ બાઇકરોને અડફેટે લીધા, ત્રણનાં મોત

09 January, 2020 09:04 AM IST | Ahmedabad

અમદાવાદમાં બેફામ ડમ્પરે ચારથી વધુ બાઇકરોને અડફેટે લીધા, ત્રણનાં મોત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદમાં પૂરપાટ ઝડપે દોડતા અને બેફામ બનેલા ડમ્પરે વધુ ત્રણ જિંદગીઓનો ભોગ લઈ લીધો છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે મોડી રાત્રે પૂરપાટ ઝડપે જતા ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવતાં આઠ વાહનો સહિત બહાર સૂઈ રહેલા લોકોને અડફેટે લીધાં હતાં. અકસ્માત બાદ લોકોએ ડ્રાઇવરને માર મારી પોલીસ હવાલે કરી દીધો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અકસ્માતને પગલે શિયાળાની મોડી રાત્રે સૂમસામ બનેલા રસ્તા પર મોતની કિકિયારીઓ ગુંજી ઊઠી હતી.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો અમદાવાદના ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે મંગળવારે મોડી રાત્રે મહેશ કાર્ટિંગ નામની કંપનીનું ડમ્પર પસાર થતું હતું ત્યારે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવતાં રસ્તા પરનાં આઠ વાહનોને અડફેટે લીધાં હતાં. રોડ પર સૂઈ રહેલા લોકોને પણ અડફેટે લીધા હતા.



આ ગોઝારા અકસ્માતમાં રાત્રે જ બે વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિનું બુધવારની સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મોડી રાત્રે સર્જાયેલા આ અકસ્માતને પગલે લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને લોકોએ ડ્રાઇવરને બરાબરનો માર માર્યો હતો. જોકે પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને મામલો થાળે પાડ્યો હતો અને ઉશ્કેરાયેલા લોકોને શાંત પાડ્યા હતા. ડ્રાઇવર નશામાં હોવાનું લોકોએ જણાવ્યું હતું. આ મામલે આઇ ડિવિઝન ટ્રાફિક-પોલીસે તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો : અમદાવાદમાં આરટીઓએ પોર્શે કારને ફટકાર્યો દેશનો સૌથી મોટો દંડ

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં ડમ્પર અને ઍક્ટિવા વચ્ચે અકસ્માત થતાં ૧૧મા ધોરણમાં ભણતી હેતાંશી પટેલ નામની યુવતીનું મોત નીપજ્યું હતું. હેતાંશી તેની બહેનપણી સાથે ટૂ-વ્હીલર પર ઘેવર સર્કલ પાસેથી ટ્યુશન જઈ રહી હતી. એ દરમિયાન ડમ્પરે યુવતીના ઍક્ટિવાને ટક્કર મારી હતી, જેનાથી બન્ને યુવતીઓ નીચે પડી જતાં હેતાંશીના મોં પરથી ડમ્પરનું પૈડું ફરી વળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2020 09:04 AM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK